Charotar Sandesh
ઈન્ડિયા

અ્‌મિત શાહે મમતા બેનરજી પર સાધ્યું નિશાન, કહ્યુ- પશ્ચિમ બંગાળમાં ગુંડારાજ ચાલી રહ્યુ છે…

કોલકાતા : ગૃહ મંત્રી અમિત શાહ આજે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં સભા સંબોધવા માટે પહોંચી શક્યા નહોતા. તેમણે ઓનલાઈન રેલીને સંબોધન કર્યુ હતુ.
અ્‌મિત શાહે મમતા બેનરજી પર નિશાન સાધતા કહ્યુ, પશ્ચિમ બંગાળમાં ગુંડારાજ ચાલી રહ્યુ છે અને તેને ખતમ કરવાનુ છે.ટીએમસીએ બંગાળના વિકાસને બરબાદ કરી નાંખ્યો છે. અહીંયા ૧૦ વર્ષથી ટીએમસીની સરકાર છે અને તેણે બંગાળને પાતાળમાં ધકેલવાનુ કામ કર્યુ છે.
બંગાળ ભ્રષ્ટાચાર, રાજકીય હિંસાના કારણે ખેદાન મેદાન થઈ ગયુ છે.કેન્દ્રની મોદી સરકારે ૧૦ વર્ષમાં રાજ્યમાં ૧૧૫ યોજનાઓ મોકલી હતી પણ દીદીના શાસનમાં આ યોજનાઓ લોકો સુધી પહોંચી નથી.
અ્‌મિત શાહે કહ્યુ, બંગાળમાં ભાજપની સકાર બન્યા બાદ આદિવાસી સમુદાયને આત્મ નિર્ભર બનાવવા માટે ૧૦૦ કરોડ રુપિયા ફાળવવામાં આવશે.મારુ હેલિકોપ્ટર ખરાબ થવાના કારણે હું તમારા સુધી પહોંચી શક્યો નથી અને એ મારુ દુર્ભાગ્ય છે.
અમિત શાહ સાથે પશ્ચિમબંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને ભાજપ પ્રમુખ કૈલાષ ઘોષ પણ જવાના હતા પણ તેઓ પણ સભા સથળે પહોંચી શક્યા નહોતા.આ પહેલા ગઈકાલે રાતે અમિત શાહે કરેલા રોડ શોને ભારે પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Related posts

આ એક જગ્યાને છોડી દેશમાં કોઇપણ જગ્યાએ PM મોદી સાથે ડિબેટ કરવા રાહુલ તૈયાર

Charotar Sandesh

હું મોબાઈલ એડિક્ટ નથીઃ અદા શર્મા

Charotar Sandesh

CBSE બોર્ડની માર્કિંગ સ્કીમથી ૧૧૫૨ વિદ્યાર્થીઓ અસંતુષ્ટ : સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકયો…

Charotar Sandesh