Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલની બાકી મેચો અંગે આરઆરના માલિકે કહ્યું શિડ્યુઅલ ખૂબ વ્યસ્ત છે…

ન્યુ દિલ્હી : રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બાદલેએ આઈપીએલના બાકી બચેલા મેચને લઈ કહ્યું, શેડ્યૂઅલ બહુ વ્યસ્ત છે, એવામાં બાકી બચેલા મેચ કરાવવા પડકારજનક હશે. તેમણે કહ્યું, આ વર્ષે વિશ્વકપની આસપાસ બચેલા મેચનું આયોજન કરાવવાની બહુ ઓછી સંભાવના છે. કોરોનાને પગલે બીસીસીઆઈ અને આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે આઈપીએલને અધવચ્ચે જ સસ્પેન્ડ કરી દીધો હતો. જેવી રીતે કેટલીય ટીમમાં ખેલાડીઓ અને અન્ય સપોર્ટ સ્ટાફ સંક્રમિત મળી આવ્યા તેના કારણે બીસીસીઆઈએ મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો. આઈપીએલના સુરક્ષિત બાયો બબલમાં કેકેઆરના વરુણ ચક્રવર્તી, સંદીપ વૉરિયર, સનરાઈઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સહા, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સના માલિકનું કહેવું છે કે આ વર્ષે કેલેન્ડરમાં બાકી બચેલા મેચના આયોજન માટે સમય તલાશવો મુશ્કેલ પડકાર છે. ખેલાડીઓ પહેલેથી જ બહુ મેચ રમી રહ્યા છે. કેલેન્ડર સંપૂર્ણપણે પેક છે, ખાસ કરીને આ વર્ષે કોવિડ બાદ દુનિયાભરના ક્રિકેટ બોર્ડ કોશિશ કરી રહ્યા છે કે વધુમાં વધુ ટેસ્ટ રમાય. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર એશ્લે જાઈલ્સે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું કે ઈંગ્લેન્ડના ખેલાડી સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં આઈપીએલના બચેલા મેચ રમવા માટે ઉપલબ્ધ નહિ રહે, ઈંગ્લેન્ડના ખેલાડી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશેજ અને ટી૨૦ વર્લ્ડકપમાં વ્યસ્ત રહેશે.
મનોજ બદલેએ કહ્યું, મને ખરેખર આ બહુ મુશ્કેલજણાઈ રહ્યું છે, સપ્ટેમ્બર મહિનામાં યુકે કે પછી મિડલ ઈસ્ટમાં બાકીના મેચ થઈ શકે તેની મને બહુ ઓછી સંભાવના લાગી રહી છે, પરંતુ આ આસાન નહિ હોય. જણાવી દઈએ કે બીસીસીઆઈના અધિકારી આઈપીએલના બાકી રહેલા મેચના આયોજનને લઈ મંથન કરી રહ્યા છે. બીસીસીઆઈએ પહેલે જ સ્પષ્ટ કરી દીધું કે આઈપીએલની બચેલી મેચ ભારતમાં નહિ રમાડી શકાય. બાકી રહેલા મેચ માટે બે સ્લોટ જ ઉપલબ્ધ છે, ૧ કાં તો વિશ્વકપ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં અથવા તો વિશ્વકપ બાદ નવેમ્બર મહિનાના મધ્યમાં.

Related posts

કંઇ ફર્ક નથી પડતો કે સામે કયો બાલર છેઃ ઋષભ પંત

Charotar Sandesh

ભારત પ્રથમ ઇનિંગ્સમાં ૧૪૫ રનમાં ઓલઆઉટ, સૌથી વધુ રન રોહિતે ફટકાર્યા…

Charotar Sandesh

સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો…

Charotar Sandesh