ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગએ યુએઇમાં રમારી પોતાની ૧૩ સિઝન માટે તૈયારીઓ પુરી કરી લીધી છે, વીવોના હટ્યા બાદ આ વખતે આઇપીએલની મુખ્ય સ્પૉન્સર ડ્રીમ ઇલેવન બની છે. આઇપીએલે ડ્રીમ ઇલેવન સાથેનો લીગનો નવો લૉગો જાહેર કરી દીધો છે.
આઇપીએલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર આ લોગોને શેર કર્યો હતો, આની સાથે ગયા વર્ષના ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે પણ આઇપીએલના નવા લોગોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડ્ઢિીટ્ઠદ્બ૧૧એ શિક્ષણ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ બાઇઝૂ અને અનએકેડેમીને પાછળ પાડીને ૨૨૨ કરોડ રૂપિયામાં ૪ મહિના ૧૩ દિવસ માટે સ્પૉન્સરશીપના અધિકાર મેળવી લીધો છે. ડ્રીમ ઇલેવન આઇપીએલ ૨૦૨૦માં ચીની મોબાઇલ ફોન કંપની વીવોનુ સ્થાન લેશે.