Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલની ૧૪મી સીઝન માટે ફોન-પેને મળી ૬ સ્પોન્સરશીપ…

ન્યુ દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ ટી-૨૦ લીગ ચાલી રહી છે. જે બાદ બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ પણ રમાશે. તો બીજી તરફ આઇપીએલની ૧૪મી સીઝનના પણ ભણકારા વાગી રહ્યા છે. પહેલા આઇપીએલ-૨૦૨૧ માટે હરાજી થઇ, બાદમાં આઇપીએલનું ટાઈમટેબલ પણ આવી ગયું. ત્યારે હવે તેની સ્પોન્સરશિપ પણ નક્કી કરાઈ ચુકી છે. વોલમાર્ટના સ્વામિત્વવાળી ડિજિટલ પેમેન્ટ એપ ફોન-પેએ આઇપીએલ-૨૦૨૧ માટે ૬ સ્પોન્સરશીપની ડીલ પર સાઈન કરી છે.
ફોન-પે ઓફિશીયલ બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા ઉપરાંત કો-પ્રેઝેન્ટીંગ સ્પોન્સરશીપ ડિઝની હોટસ્ટાર સાથે સહયોગી સ્પોન્સરશીપ પણ છે. હાલ ફોનપે ચાર આઇપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઇ સુપરકિંગ્સ, રોયલ ચેલેંજર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સને સ્પોન્સર કરી રહ્યું છે.
ફોન-પે સતત ત્રણ વર્ષથી આઇપીએલને કો-સ્પોન્સર કરી રહ્યું છે. કંપનીએ જણાવ્યું, ફોન-પેનું આઇપીએલ કેમપેન ટીવી, ડિજિટલ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલશે. કંપનીએ એમ પણ જણાવ્યું, તેઓ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૨૮૦ મિલિયન યુઝર્સ બેઝને ૫૦૦ મિલિયન સુધી વિસ્તારિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Related posts

ટી-૨૦ વિશ્વકપ ૨૦૨૦ માટે ૧૬ ટીમ નક્કી, ભારત પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે…

Charotar Sandesh

વોર્નર અને રસેલ સામે બાલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશેઃ ભુવનેશ્વર

Charotar Sandesh

ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ખાસ ’જર્સી’ પહેરી ઉતરશે…

Charotar Sandesh