Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલ સ્પોન્સર વીવોને લઈ કરાર રદ કરવાનો કોઈ જ ઈરાદો નથીઃ બીસીસીઆઈ

નવી દિલ્હી : સમગ્ર દેશમાં ચાઇનીઝ ઉત્પાદનોનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે બીસીસીઆઈએ સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે, તેઓ આઇપીએલના પ્રયોજક વીવો સાથે પોતાનો કરાર રદ કરશે નહીં. બીસીસીઆઈએ કહ્યું હતું કે, તેઓ આગામી સમય માટે પોતાની સ્પોન્સર નીતિ પર સમીક્ષા કરવા માટે તૈયાર છે પરંતુ હાલના આઈપીએલ ટાઈટલ સ્પોન્સર વીવોને લઈને કરાર રદ કરવાનો કોઈ જ ઈરાદો નથી. સાથે બોર્ડના કોષાધ્યક્ષ અરુણ ધુમલનું કહેવું છે કે, આઈપીએલ માં ચીની કંપનીથી રૂપિયા આવી રહ્યા છે જેનાથી દેશને ફાયદો થઇ રહ્યો છે.

ચીનને નહીં. લદાખમાં ભારત ચીન સીમા પર ગલવાનમાં બંને દેશો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી અને તણાવના કારણે દેશમાં ચીન વિરોધી માહોલ જોવા માટે મળી રહ્યો છે. ચાર દાયકાથી પણ વધારે સમય બાદ ભારત ચીન સરહદ પર થયેલી હિંસામાં ભારતીય સેનાના ઓછામાં ઓછા ૨૦ જવાનો શહીદ થઇ ગયા છે. ત્યારબાદ ચીની ઉત્પાદનોના બહિષ્કારની માંગણી વધી રહી છે. ધુમલે કહ્યું હતું કે, આઈપીએલ જેવી ભારતીય ટુર્નામેન્ટમાં ચીની કંપનીઓના સ્પોન્સરથી દેશને ફાયદો થઇ રહ્યો છે. બીસીસીઆઈ ને વીવો તરફથી વર્ષે ૪૪૦ કરોડ રૂપિયા મળે છે જેનો પાંચ વર્ષનો કરાર ૨૦૨૨માં પૂર્ણ થઇ જશે.

Related posts

વિજય હઝારે ટ્રોફી : તમિલનાડુને હરાવી કર્ણાટકે ચોથી વખત ટાઇટલ જીત્યું…

Charotar Sandesh

સંજુ સેમસન લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર છઠો ભારતીય બેટ્‌સમેન બન્યો…

Charotar Sandesh

પ્રથમ પિંક બોલ ટેસ્ટની તૈયારી માટે બાંગ્લાદેશ અને ઇન્ડિયા ૨ દિવસ ઇન્દોરમાં જ રોકાશે…

Charotar Sandesh