Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલ ૨૦૨૧ ઓક્શન ૧૧ ફેબ્રુઆરીએ થાય એવી સંભાવના…

તમામ ફ્રેન્ચાઇઝે ૨૦ જાન્યુઆરી સુધીમાં રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ સબ્મિટ કરવાનું રહેશે…

ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ની સીઝન માટેનું ઓક્શન ૧૧ ફેબ્રુઆરીના રોજ થાય એવી પ્રબળ સંભાવના છે તેમજ દરેક ફ્રેન્ચાઈઝે ૨૦ જાન્યુઆરી સુધીમાં રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓનું લિસ્ટ સબ્મિટ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ ૨૦૨૧ માટે હજી તારીખ કે જગ્યા નક્કી કરવામાં આવી નથી. જોકે બીસીસીઆઈએ તાજેતરમાં થયેલી એન્યુલ જનરલ મીટિંગમાં સ્પષ્ટ કર્યું કે આ વખતે ટૂર્નામેન્ટમાં ૮ ટીમો જ ભાગ લેશે અને ૨૦૨૨થી ૨ નવી ટીમ ઉમેરવામાં આવશે.
ઇએસપીએન ક્રિકઇન્ફોએ પોતાના એક આર્ટિકલમાં જણાવ્યું છે કે ઓક્શન ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ દરમિયાન પ્રથમ અને બીજી ટેસ્ટ વચ્ચે થશે. પ્રથમ ટેસ્ટ ૫-૯ ફેબ્રુઆરી દરમિયાન, જયારે બીજી ટેસ્ટ ૧૩-૧૭ ફેબ્રુઆરી દરમિયાન રમાશે, એટલે કે ૧૦-૧૨ ફેબ્રુઆરીની વચ્ચે ઓક્શન થશે અને ૧૧ તારીખે યોજાય એવી સંભાવના પ્રબળ છે. દર વખતની જેમ આ વખતે પણ ઓક્શન પહેલાં દરેક ફ્રેન્ચાઈઝને ૩ કરોડ રૂપિયા આપવામાં આવશે.
૨૦૨૦માં સૌથી નિરાશાજનક દેખાવ કરનાર ચેન્નઈ સુપરકિંગ્સ પાસે ગયા ઓક્શન પછી સૌથી ઓછા ૦.૧૫ કરોડ રૂપિયા બચ્યા હતા, જયારે કિંગ્સ ઇલેવન પંજાબ પાસે સૌથી વધુ ૧૬.૫ કરોડ રૂપિયા હતા. એ સિવાય રાજસ્થાન રોયલ્સ પાસે (૧૪.૭૫ કરોડ), સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે (૧૦.૧ કરોડ), દિલ્હી કેપિટલ્સ પાસે (૯ કરોડ), કોલકાતા નાઈટ રાઈડર્સ (૮.૫ કરોડ), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (૬.૪ કરોડ) અને મુંબઈ ઇન્ડિયન્સ (૧.૯૫ કરોડ)નું બેલેન્સ છે. નોંધનીય છે કે ટીમો ખેલાડીઓ રિલીઝ કરે એ પ્રમાણે તેમનું પર્સ પણ વધે છે.

Related posts

ઈંસ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ બનાવનાર પહેલો ભારતીય બન્યો કોહલી…

Charotar Sandesh

કોરોના વાયરસ સામે લડવા ગૌતમ ગંભીરે ૫૦ લાખના ફંડની જાહેરાત કરી…

Charotar Sandesh

ભારતનાં દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં કરાયા દાખલ…

Charotar Sandesh