Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈસીસીની ટેસ્ટ બેટ્‌સમેનની રેન્કિંગમાં કોહલીએ બીજા ક્રમે મેળવ્યું સ્થાન…

રેન્કિંગમાં ક્રિસ વોક્સ અને શાન મસૂદે લાંબી છલાંગ લગાવી…

ન્યુ દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટની સફળતામાં વધુ એક કલગી ઉમેરાઇ છે. આઈસીસીએ જાહેર કરેલ રેન્કિંગમાં ટેસ્ટ બેટ્‌સમેનની યાદીમાં બીજા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યારે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સમાપ્ત થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિસ વોક્સ અને શાન મસૂદે લાંબી છલાંગ લગાવી છે. બેટ્‌સમેનોની યાદીમાં ટોચ પર ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, બીજા સ્થાને કોહલી અને ત્રીજા સ્થાને ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન છે. ટોચના ૧૦ બેટ્‌સમેનોમાં ચેતેશ્વર પૂજારા (આઠમા) અને અજિંક્ય રહાણે (૧૦મા) પહેલાની જેમ તેમની રેન્કિંગમાં છે. પાકિસ્તાનના બાબર આઝમ છઠ્ઠા, જ્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ નવમા સ્થાને છે. પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં શૂન્ય અને નવ રન રમીને વાલે બેન સ્ટોકસ ચોથા સ્થાનેથી સાતમા સ્થાને પહોંચ્યો.

ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૧૫૬ રન બનાવનાર ડાબોડી બેટ્‌સમેન મસૂદ ૧૪ સ્થાનની છલાંગ લગાવીને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ૧૯મી રેન્કિંગમાં આવ્યો છે. મેચમાં બીજી ઇનિંગ્સમાં અણનમ ૮૪ રનની ભાગીદારી કરીને ઇંગ્લેન્ડને વિજય તરફ દોરી રહેલા ઓલરાઉન્ડર ક્રિસે છઠ્ઠી વિકેટ માટે જોસ બટલર સાથે ૧૩૯ રનની ભાગીદારી કરી હતી. બેટ્‌સમેનની યાદીમાં વોક્સ ૧૮ સ્થાન આગળ વધવાની સાથે ૭૮ના રેન્કીગ પર આવી ગયો છે. તે ઓલરાઉન્ડરોની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. બટલર ૩૮ અને ૭૫ રનની રમત રેન્કિંગમાં ૪૪માંથી ૩૦માં સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ ઇનિંગ્સ ૬૨ રન બનાવનાર ઓલી પોપ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ૩૬માં સ્થાને પહોંચ્યો છે. બોલરોની રેન્કિંગમાં પાકિસ્તાનના લેગ સ્પિનર્સ યાસીર શાહ અને શાદબ ખાન તેની સ્થિતિ સુધારવામાં સફળ રહ્યા છે.

મેચમાં આઠ વિકેટ લેનાર યાસીર શાહ બે સ્થાન આગળ વધીને ૨૨માં સ્થાને રહ્યો છે જ્યારે શાદાબે કરિયરનુ સર્વશ્રેષ્ઠ ૬૯ મું સ્થાન મેળવ્યુ છે. ઇંગ્લેન્ડના બોલરોમાં સ્ટુઅર્ટ બ્રોડ ત્રીજા સ્થાને છે. જોકે મેચમાં છ વિકેટ લઈને તેની અને બીજા નંબરે આવેલા ન્યુઝીલેન્ડની નીલ વેગનર વચ્ચેનું અંતર માત્ર સાત પોઇન્ટ છે. જોફ્રા આર્ચર પણ બે સ્થાન આગળ વધીને ૩૭માં સ્થાને પહોંચ્યો છે. આ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ ટોચ પર છે જ્યારે ભારતના જસપ્રિત બુમરાહ આઠમા સ્થાને છે. ઓલરાઉન્ડરોની યાદીમાં પ્રથમ પાંચ સ્થાને કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્ટોક્સ ટોચ પર છે. ભારતનો ખેલાડી જાડેજા ત્રીજા અને અશ્વિન પાંચમા સ્થાને છે.

Related posts

આફ્રીદીએ દ.આફ્રિકાની આકરી ટીકા કરી, ખેલાડીઓને સિરિઝની વચ્ચે આઈપીએલરમવા માટે આપી મંજૂરી…

Charotar Sandesh

ગાબામાં કાંગારૂઓ પરાસ્ત : ભારતનો ઐતિહાસિક વિજય, ટેસ્ટ સિરિઝ ૨-૧થી જીતી…

Charotar Sandesh

૫ જાન્યુઆરીથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ…

Charotar Sandesh