Charotar Sandesh
ગુજરાત

આગામી મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી ઇચ્છા, આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે : નરેશ પટેલ

ખોડલધામમાં પાટીદાર સમાજની ૬ સંસ્થાઓની બેઠક યોજાઇ…
હવેથી લેઉવા-કડવા નહીં માત્ર પાટીદાર લખાશે, પાટીદાર સંસ્થાઓનું એક ફેડરેશન બનશે

રાજકોટ : ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની ૬ સંસ્થાઓની બેઠક મળી હતી. હાલ કાગવડના ખોડલધામમાં પાટીદારોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આજે વર્ષો બાદ લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનોની એક મંચ પર ભેગા થયા હતા, જેમાં સામાજિક મુદ્દા પર ચર્ચા થઈ હતી, આ સિવાય રાજકીય, સામાજિક મુદ્દાઓ પર ચર્ચાયા હતા. જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી લેઉવા-કડવા નહીં પણ હવે પાટીદાર જ શબ્દ લખાશે.
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે બેઠક પૂર્ણ થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હવેથી લેઉવા-કડવા નહીં હવે માત્ર પાટીદાર લખાશે, આજે અહીંયા અલગ-અલગ પાટીદાર સંસ્થાઓ હાજર છે તેનું એક ફેડરેશન બનશે. આજની બેઠકમાં પાટીદારોના પ્રશ્ન હલ કરવા ચર્ચા થઈ છે, જે આગામી સમયમાં હલ કરવામાં આવશે. આ સિવાય વિશ્વભરમાં પથરાયેલા પાટીદાર સંસ્થાઓને એક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાટીદાર સંગઠનને મજબૂત કરવા અંગે, પાટીદારોને યોગ્ય સ્થાન મળે તે અંગેની ચર્ચા અને બેઠકમાં ૨૦૨૨ની ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ હોવાનું નિવેદન નરેશ પટેલે આપ્યું છે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની ૬ સંસ્થાઓની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ૬ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.

આર.પી.પટેલે જણાવ્યું હતું કે, આ બઠકમાં કોરોના સંકટ વચ્ચે ભાંગી પડેલા ઉધોગો અને તેને લઇને પડતી અગવણો પર ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગનો મહત્વનો મુદ્દો એક વર્ષથી ખાલી પડેલાં ગુજરાત બિન અનામત આયોગના ચેરમેનની વરણી પર ચર્ચા હતો અને યોગ્ય નામ ફાઇનલ કરી સરકારને મોકલવાનો હતો. કોરોના વચ્ચે બેરોજગાર બનેલા પાટીદાર યુવાનોને ટુંક સમયમાં અયોજન કરી રોજગારી પુરી પાડવાનું આયોજન અને રોડમેપ તૈયાર કરાયો હતો.

નરેશ પટેલે કહ્યું હતું કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે.

નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગામી મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી ઈચ્છા છે. તેમણે વધુમાં કહ્યું કે, ઈતિહાસ એમ કહે છે, ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ આવ્યો નથી. નરેશે પટેલે આપના વખાણ કરતા કહ્યું કે, આપ જે રીતે દિલ્હી અને બીજા રાજ્યોમાં કામ કરી રહ્યું છે, તે જોતા મને લાગે છે કે આવતી ચૂંટણીમાં કદાચ આપને ફાયદો થશે. આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણા સારા કામ કર્યા છે અને તેની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે તેનું ભવિષ્ય ઘણું ઉજળું દેખાઈ રહ્યું છે.

Related posts

રાજ્યમાં ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી,સુરત-વડોદરા પર પૂરનો ખતરો…

Charotar Sandesh

આણંદવાસીઓ સાવધાન : જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા, જાણો વિગત

Charotar Sandesh

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું નજરાણું ઉમેરાશે : નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન, જુઓ વિગત

Charotar Sandesh