Charotar Sandesh
સ્પોર્ટ્સ

આગામી સિઝનથી ટી૨૦ ક્રિકેટમાં બોલરો પણ હેલમેટ પહેરશે…

લંડન : રમતમાં ખેલાડીની સુરક્ષા અંગે અનેક પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. ટી૨૦ ક્રિકેટની આગામી સિઝનમાં બોલર હેલ્મેટ પહેરીને બોલિંગ કરતા જોવા મળશે. ઈંગ્લિશ કાઉન્ટી ટીમ યોર્કશાયરનો ફાસ્ટ બોલર બેન કોડ હેલમેટની ડિઝાઈન તૈયાર કરી રહ્યો છે. થોડા દિવસો અગાઉ ભારત-એ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં જસપ્રીત બુમરાહના શોટ પર ફાસ્ટ બોલર કેમરુન ગ્રીન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડની ઘરેલુ ટૂર્નામેન્ટમાં અનેક બોલર પહેલાથી જ હેલમેટ પહેરી રહ્યા છે. જોકે, બોલરો માટે તે વધુ ઉપયોગી નથી.
૨૦૧૭માં ઈંગ્લિશ કાઉન્ટીની મેચમાં વોર્કશાયર વિરુદ્ધ નોટિંઘમશાયરનો બોલર લ્યૂક ફ્લેચરના માથા પર સેમ હેનનો શોટ વાગ્યો હતો. આ કારણે તે આખી સિઝન માટે બહાર થઈ ગયો અને છ મહિના સુધી ગાડી ચલાવી શક્યો ન હતો. તેણે તેના અંગે એક આખું પુસ્તક લખ્યું છે. તેણે કહ્યું કે, તમે જ્યારે બોલિંગ કરતીને પિચ પર છ યાર્ડ સુધી પહોંચો છો ત્યારે તમે બેટ્‌સમેનથી માત્ર ૧૦ યાર્ડ દૂર રહો છો. આ સ્થિતિમાં નવો બોલ અને ભારે ભરખમ બેટના શોટથી બચવું મુશ્કેલ હોય છે. ૧૨ વર્ષથી કાઉન્ટી રમતા ૩૨ વર્ષના ફ્લેચરે કહ્યું કે, ‘આજે બેટ્‌સમેન વધુ મજબૂત થઈ ગયા છે.
બેટ્‌સમેન જેટલી તાકાત સાથે શોટ રમે છે, તે અગાઉથી ઘણી વધુ છે. આગામી એક વર્ષમાં તે ક્યાં પહોંચશે તેનો અંદાજ લગાવી શકાય એમ નથી. હું નસીબદાર છું કે મને ગંભીર ઈજા થઈ નહીં. કોડે કહ્યું કે, લૉકડાઉન દરમિયાન મેં હેલમેટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. હું ઈજાગ્રસ્ત થવાને બદલે સુરક્ષાની વ્યવસ્થા સાથે મેચ રમવા માગીશ. હોકીનું હેલમેટ આપણો સંપૂર્ણ બચાવ કરતું નથી. કોડ અને ફ્લેચરની જેમ અનેક બોલરો ટી૨૦ દરમિયાન નેટ પર બોલિંગ કરતા નથી. જેથી તેઓ જોખમથી બચી શકે. ટી૨૦ આવ્યા પછી ખેલાડીઓની સ્ટાઈલમાં પણ પરિવર્તન આવ્યું છે.

Related posts

ભારતના પૂર્વ કેપ્ટન એમ.એમ.ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો…

Charotar Sandesh

આઇપીએલ-૨૦૨૧ઃ સીએસકેના કેપ્ટન ધોની પર સ્લો ઓવર રેટને લીધે લાગ્યો ૧૨ લાખનો દંડ…

Charotar Sandesh

ધોનીનો મુંછો વાળો નવો લૂક થયો વાયરલ, દિકરી જીવા સાથેની તસ્વીર શેર કરી…

Charotar Sandesh