Charotar Sandesh
ગુજરાત

આગામી ૫ દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી…

રાજ્યના ૮ જિલ્લામાં ૪૦ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો…

ગાંધીનગર : સાઇક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા બે સપ્તાહથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે. આ સિવાય લાંબા ઈંતજાર પછી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી તા.૧૦, ૧૩ અને ૧૪ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની સાથોસાથ પ્રતિ કલાકે ૫૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, પાંચ દિવસ સુધી રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.
૧૦ ઓગસ્ટ । પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, સુરત અને તાપી
૧૩ ઓગસ્ટ । વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી
૧૪ ઓગસ્ટ । બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર
રાજ્યના ૮ તાલુકામાં ૧ હજાર મિમિ એટલે કે, ૪૦ ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. આ તાલુકાઓમાં સુરતના ઉમરપાડામાં ૫૨ ઇંચ, પોરબંદરના રાણાવાવમાં ૪૨.૪૮ ઇંચ, કુતિયાણામાં ૪૩.૦૪ ઇંચ, દ્વારકાના ખંભાળિયામાં ૬૫.૪૮ ઇંચ, કલ્યાણપુરામાં ૫૧ ઇંચ, ભાણવડમાં ૫૦.૫૨ ઇંચ, જામનગરના કાલવડમાં ૪૦.૩૬ ઇંચ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૫૦.૨૮ ઇંચ વરસાદ થયો છે.

Related posts

રાજ્યમાં માવઠા બાદ ઠંડીનું જોર વધ્યુંઃ નલિયામાં લઘુતમ તાપમાન ૫ ડીગ્રી નોંધાયું…

Charotar Sandesh

શિક્ષણમંત્રી ચુડાસ્માનું નિવેદન : કોરોનાની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ ધો.૧૨ની પરીક્ષા લેવાશે જ…

Charotar Sandesh

ફાયર સેફ્ટીનું એનઓસી ધરાવતા ક્લાસીસ ચાલુ કરી શકાશે : પોલિસ કમિશનર

Charotar Sandesh