Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે આણંદ જિલ્લામાં રાહત, એકપણ કેસ નોધાયો નથી : જિલ્લામાં હાલ ૩ દર્દીઓ સારવાર હેઠળ…

(C O V ID-19) સંક્રમિત કુલ ૮૭ પોઝીટીવ કેસ પૈકી ૭૫ કોરોના મુક્ત : ૧૦૪૦ સેમ્પલની ચકાસણી કરાઇ…

૯૫૩ વ્યક્તિઓના કોરોના (C O V ID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા…

આણંદ : આજે આણંદ જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથીજે રાહતના સમાચાર છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૯૫૩ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ-૧૯ના ૧૦૪૦ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારીએ જણાવ્યું છે.

આજે જિલ્લામાં  અત્યાર સુધી ૮૭ કેસો નોધાયા હતા તે પૈકી સારવાર દરમ્યાન કોરોનામુક્ત થતા ૭૫ દર્દીઓને રજા અપાઇ છે., કોરોના (કોવીડ-૧૯)ની બીમારીથી ૮ દર્દીઓ મરણ  પામેલ છે. અને નોન કોવીડના કારણે એક દર્દી મરણ પામેલ છે.

હાલમાં કોરોનાયુક્ત  કુલ ત્રણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી બે  કાર્ડીયાક કેર સેન્ટર ખંભાત ખાતે અને તેમજ એક કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.ઉક્ત કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી બે દર્દીઓ O2 ઉપર અને એક દર્દીઓ હાલ સામાન્ય હાલતમાં છે.

Related posts

વડોદરામાં મેઘાનો કહેર : ૫.૫ ઈંચ વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા…

Charotar Sandesh

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ : જિલ્લામાં કુલ સંખ્યા ૯૭ નોંધાઈ…

Charotar Sandesh

નેશનલ હાઇવે પર ધાડ પાડતી તેમજ ડીઝલ ચોરી કરતી ગેંગને પકડી પાડતી આણંદ રૂરલ પોલીસ…

Charotar Sandesh