Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે વધુ ૭ દર્દીઓને રજા આપવામાં આવી : જિલ્લામાં હવે માત્ર પાંચ દર્દીઓ સારવાર હેઠળ…

આજે જિલ્લામાં એક પોઝીટીવ કેસ નોંધાતા : અત્યાર સુધી જિલ્લામાં કોરોના (CO V ID-19) સંક્રમિત કુલ ૮૪ પોઝીટીવ કેસ…

જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૯૮ વ્યક્તિઓના કોરોના (C O V ID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા…

આણંદ : આજે જિલ્લાના ખંભાત વિસ્તારના સાત દર્દીઓ કે જેઓ કોરોનાથી સંક્રમિત થવાના કારણે જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા તેઓએ કોરોના સામેની જંગમાં વિજય મેળવીને સાજા થઇને ઘર વાપસી કરી હતી.

વિગતે જોઇએ તો પીપડા શેરી વિસ્તારના ૭૫ વર્ષીય પુરુષ દર્દી તેમજ ૬૮ વર્ષના સ્ત્રી દર્દી, મીરકુઇવાડો વિસ્તારના ૬૫ અને ૫૩ વર્ષીય પુરુષ દર્દી, વિજય સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના પુરુષ દર્દી  ગંધારકવાડો વિસ્તારના ૫૮ વર્ષના પુરુષ દર્દી, અનેઅકબરપુર વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષના સ્ત્રી દર્દી સાજા થઇ પોતાના ઘરે સ્વસ્થ  પરત ફર્યા હતા.જિલ્લામાં તા ૧૦/૫/૨૦૨૦ના બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૫૯૭ દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા તેમાં તા. ૧૦/૫/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા. ૧૧/૦૫/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ ૦૧ દર્દીઓના સીઝનફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૫૯૮ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ-૧૯ના ૬૮૨ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારીએ જણાવ્યું છે.

અત્યારસુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે ૭ દર્દીઓ તેમજ એક નોન કોવીડ દર્દી મળીને કુલ ૮ મૃત્યુ નોંધાયા છે.અત્યારે  જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત કુલ ૦૫ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી ૪ દર્દીઓને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં તેમજ ૧ દર્દીને ખંભાત ખાતેના કાર્ડીયાક કેર સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.કોરોના પોઝીટીવ દર્દીઓ પૈકી બે દર્દી વેન્ટીલેટર ઉપર જ્યારે એક દર્દીઓ O2 ઉપર અને ૦૧ દર્દીઓ હાલ સામાન્ય હાલતમાં છે.

Related posts

આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનથી કેસોમાં વધારો : આજે વધુ ૧૦ કેસો નોંધાયા…

Charotar Sandesh

કોરોનાને કારણે ઈદે મિલાદ પર્વ પર આણંદ જિલ્લામાં કોઈ કાર્યક્રમ નહીં ઉજવાય…

Charotar Sandesh

દારૂના નશામાં ધૂત પીએસઆઈએ યુવકને ૩ ગોળી ધરબી દેતા ખળભળાટ..!

Charotar Sandesh