Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન થતા આણંદ ખાતે ભાજપ સંગઠન દ્વારા ભવ્ય અને દિવ્ય આરતી યોજાઈ

આણંદ : આજરોજ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ના ભવ્યાતિભવ્ય મંદિર નો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યો, આ ઐતિહાસિક પળ ની ઉજવણી આણંદ ખાતે શહેર ભાજપ સંગઠન દ્વારા રામજી મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય આરતી કરીને કરવામાં આવી તથા આ પ્રસંગે ૨૭ વર્ષ અગાઉ રામ જન્મભુમિ આંદોલન માં આણંદ થી પહોંચેલા કારસેવકો નું સન્માન કરવામાં આવ્યું.

આજે બપોરે ૧૨-૧૫ કલાકે આણંદ શહેરના જુના રામજી મંદિર ખાતે ભગવાન શ્રીરામની આરતી ઉતારવામાં આવી હતી. અને કારસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર સેવા દરમિયાન શ્રીરામ જન્મભુમીની કાર સેવામાં જોડાયેલા આણંદના ૧૫ જેટલા કાર સેવકોનું સાંસદ મીતેશભાઈ પટેલના હસ્તે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નવા રામજી મંદિરમાં પણ આરતી ઉતારી ભગવાન શ્રીરામના શીલાન્યાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે રોકડીયા હનુમાન મંદિર ખાતે રામધુનનો કાર્યક્રમ યોજાયો હતો.

Related posts

સ્વાતંત્ર પર્વ ઉજવણી પૂર્વે આણંદ જિલ્લાના સ્વાતંત્ર સેનાનીઓનું સન્માન કરાયું…

Charotar Sandesh

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણીને આવેદનપત્ર અપાયું

Charotar Sandesh

વિઠ્ઠલ ઉદ્યોગનગર જી.આઈ.ડી.સી દ્વારા આણંદ જિલ્લાને અધ્યતન સુવિધાયુક્ત ૨ એમ્બ્યુલન્સ ભેટ મળી..

Charotar Sandesh