Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં કોરોનાના ગ્રામ્ય વિસ્તારોમાં બેકાબૂઃ ૬ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર…

બપોરે ૧૨ વાગ્યા બાદ તમામ ધંધા બંધ રહેશે…

આણંદ : રાજ્યમાં કોરોના વાયરસના કારણે દરરોજ એક પછી એક ગામો, તાલુકા અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન પાળવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે તો અનલોક કરીને છૂટછાટ આપવાનું શરૂ કરી દીધું છે, ત્યારે આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થતા ૬ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે બપોરે ૧૨ વાગ્યા બાદ તમામ નાના મોટા વેપારીઓ દ્વારા પોતાનાં ધંધા વેપાર દુકાનો બંધ કરી દેતા લોકડાઉનને સફળતા મળી હતી.
વાસદ ગામમાં વધતા જતા કોરોનાં સંક્રમણને રોકવા માટે છ ગ્રામ પંચાયત દ્વારા આજથી ૨૯મી સપ્ટેમ્બર સુધીનું લોકડાઉન જાહેર કરતા આજે બપોરે બાર વાગ્યા બાદ તમામ ગામોમાં તમામ દુકાનો અને લારી ગલ્લાઓ બંધ થઈ ગયા હતા. નાના મોટા તમામ વેપારીઓ તેમજ લારી ગલ્લાવાળાઓ પણ લોકડાઉનમાં જોડાતા બજારો સુમસામ જોવા મળ્યા હતા,
દરેક ગામડામાં બપોરે ૧૨ વાગ્યા બાદ દવાની દુકાનો સહીત તમામ આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો પણ બંધ જોવા મળી હતી અને ગામનાં નાગરીકોની સુરક્ષા માટે ગ્રામજનો દ્વારા લોકડાઉનને આવકારવામાં આવ્યું હતું. જેમાં વીરસદ, વાસદ, મોગરી, ધર્મજ, કરમસદ અને સારસામાં નગરજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા હતા. ગામમાં લોકડાઉનમાં જોડાઈ સંપૂર્ણ સફળ બનાવ્યું છે.

Related posts

કોરોના હાંફી ગયો : ગુજરાતમાં ઘટીને આજે નવા 908 કેસ, આણંદમાં 13, ખેડામાં 11 કેસો નોંધાયા…

Charotar Sandesh

વિશ્વપ્રખ્યાત અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : ગત વર્ષ કરતાં ૯ ટકાનો વધારો

Charotar Sandesh

અમદાવાદ બાદ આણંદ જિલ્લાની આ સ્કૂલોને ફાયર એનઓસી લેવા માટે આદેશ અપાયો…

Charotar Sandesh