Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ટેસ્ટીંગ માટે ઊભા કરાયેલ આ ૭ ડોમ બંધ હાલતમાં…!

  • આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં ડોમ ઉભા કરાયા હતા, પરંતુ ટેસ્ટ માટે આવનારાને બંધ ડોમ જોઇને પરત ફરવાનો વારો આવ્યો…
  • માત્ર ર દિવસમાં ટેસ્ટીંગ કીટનો સ્ટોક પુરો થતાં બંધ કરાયા છે…

આણંદ : શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ટેસ્ટિંગ વધારવું એ જ એકમાત્ર ઉપાય છે, તેવા સમયે આણંદ શહેરમાં ઊભા કરાયેલ ૭ ડોમ ઉપર ટેસ્ટીંગ કીટ ખૂટી પડતાં બંધ હાલતમાં દેખાઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૫મી માર્ચથી ટાઉનહોલ, નવા બસસ્ટેશન, કલેકટર કચેરી, ગામતળ વિસ્તાર સહિત ૭ જગ્યાએ મફત રેપીડ ટેસ્ટ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા હતા. જે તે વખતે આરોગ્ય વિભાગ દ્વારા ૨૫ હજાર કીટની માંગણી કરી હતી. તેની સામે માત્ર ૫ હજાર રેપીડ ટેસ્ટની કીટ આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. જોકે જેમાં ૭ ડોમ ઉપરાંત આણંદ સિવિલ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો રેપીડ ટેસ્ટ માટેની કીટ ફાળવવામાં આવી હતી. ૭ ડોમ પર દૈનિક ૩૫૦ લોકો ટેસ્ટ કરવા માટે આવતાં હતા. તેમજ સરકારી હોસ્પિટલો મોટીસંખ્યામાં રેપીડ ટેસ્ટ કરાતાં હતા. જેથી માત્ર ૪ દિવસમાં જ રેપીડ ટેસ્ટની કીટ પૂર્ણ થયા હોવાનું ચર્ચાય રહ્યું છે. જેના કારણે રવિવાર બપોર બાદ શહેરમાં ઉભા કરવામાં આવેલા ડોમ બંધ કરવાનો વખત આવ્યો હતો. અને રેપીડ ટેસ્ટ કરાવવા માટે આવનારા લોકોને બંધ ડોમ જોઇને પરત ફરવાનો વારો આવ્યો હતો.

Related posts

ખેડા જિલ્લામાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર ૨૧ કાર્યકર્તાઓને ભાજપે બરતરફ કર્યા…

Charotar Sandesh

પ્રી-મોન્સુન એક્ટીવીટીને કારણે વાતાવરણમાં પલ્ટો : જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી ?

Charotar Sandesh

હાશ ! ચરોતરમાં આ તારીખ બાદ ગરમીમાં રાહત મળશે, હાલ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ છે

Charotar Sandesh