Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં લેન્ડ માફિયા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત પ્રથમ ગુનો નોંધાયો…

આણંદ : આણંદ તાલુકાના હાડગુડના લેન્ડ માફિયા દ્વારા ગ્રામ પંચાયતની માલિકીની અને સર્વે નં.૧૦૧ માં આવેલ ૧૦૦૦ ચોરસ મીટર જમીન આવાસ માટે નીમ થયેલી હતી.પંચાયતની માલિકીની જમીન ઉપર કાળો ડોળો નાખી એક માથાભારે ઈસમે ગેરકાયદેસર કબ્જો જમાવી ગેરકાયદેસર કોમ્પ્લેક્સ ઉભું કરી દુકાનો અને ઓરડીઓ બનાવી તેને ભાડે આપી પંચાયતની જમીન પચાવી પાડી હતી. અનઅધિકૃત રીતે ભાડું ઉઘરાવતા આ લેન્ડ માફિયાએ પંચાયતની જગામાં બાંગ્લાદેશી ઘુષણખોરોને શરણ આપી તેઓના ખોટા દસ્તાવેજો પણ બનાવવામાં આવ્યા હતા.આણંદ એસઓજીએ રેડ કરી તમમની ધરપકડ કરી છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરોને શરણ આપતા અને પંચાયતની જમીન ગેરકાયદેસર રીતે હડપ કરી ગયેલ સાબીરશા દિવાન ની વિરૂધ્ધ તાલુકા વિકાસ અધિકારીએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આણંદ તાલુકાના હાડગુડ ગ્રામ પંચાયતની સર્વે નં.૧૦૧ હેકટર ૪૭.૫૫ પૈકી ૧૦૦૦ ચોરસ મીટર આવાસ માટે નીમ થયેલી ગ્રામ પંચાયત હાડગુડની માલિકીની જમીનમાં સાબીરશા રમજાનશા દિવાને ગેરકાયદેસર કબ્જો જમાવી કોમ્પલેક્ષ બનાવી કોમ્પલેક્ષમાં આવેલી ૧૬ દુકાનો તથા ૮ ઓરડીઓ ભાડે આપી અનઅધિકૃત રીતે ભાડુ મેળવી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો. આ ગેરકાયદેસર કરેલું બાંધકામ દુર કરવા માટે ગ્રામ પંચાયત હાડગુડના સરપંચ રજીયાબાનુ સીકંદરશા દિવાને તા. ૧૦-૮-૨૦૨૦ અને તા. ૧૯-૮-૨૦૨૦ ના રોજ નોટીસો આપી ગેરકાયદેસર કબ્જો દૂર કરવા જણાવ્યું હતું. તેમ છતાં આરોપીએ કબ્જો છોડ્યો નહોતો.

Related posts

આણંદ તાલુકાના નાવલી ગામનું પરિવાર ઈન્ડોનેશીયા (બકાસી)માં ફસાયું, મદદ કરવા અપીલ કરી…

Charotar Sandesh

હોળી-ધુળેટી પર્વ નિમિત્તે આણંદ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Charotar Sandesh

બેફામ વાહનચાલકો સાવધાન… હવે ઓવરસ્પીડથી દોડતા વાહનોને અદ્યતન ટેકનોલોજીથી મળશે મેમો

Charotar Sandesh