Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં વિદ્યા ડેરીથી કોર્ટ તરફના રોડ ઉપર કાંસમાંથી કઢાયેલ ગંદકીનો નિકાલ કરવા માંગ ઉઠી…

  • ડિઝાસ્ટર વિભાગ તથા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાન અંતર્ગત વરસાદી પાણીના નિકાલ માટે કાંસની સાફ-સફાઈનું કાર્ય હાથ ધરવામાં આવેલ છે…

  • જે બાદ કાંસમાંથી કાઢવામાં આવેલ ગંદકીના ઢગલા રોડ ઉપર જેમ-ને-તેમ છ-સાત દિવસથી પડી રહેતા આસપાસના રહીશોમાં રોષની લાગણી…

આણંદ : જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગ તથા નગરપાલિકા દ્વારા ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના નિકાલ માટે પ્રિમોન્સુન પ્લાન અંતર્ગત કાંસની સાફ-સફાઈ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે, જેમાં બોરસદ ચોકડી નજીક વિદ્યા ડેરીથી કોર્ટ તરફના રોડ ઉપર નગરપાલિકા દ્વારા કાંસની સાફ-સફાઈ કરવામાં આવેલ, જે બાદ દ્વારા કાંસમાંથી કાઢવામાં આવેલ ગંદકીના ઢગલા છેલ્લા છ-સાત દિવસથી જેમ-ને તેમ મુકવામાં આવેલ છે, જેથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો સહિત આસપાસના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસાની સિઝનમાં વરસતાં વરસાદને લઈ ગંદકી પ્રસરે અને રોગચાળો ફેલે તેવી ભિતી સર્જાવા પામી છે. જેથી આસપાસ રહેતા રહીશો તેમજ વાહનચાલકોની માંગ છે કે, સંબંધિત તંત્ર દ્વારા આ પ્રશ્ને વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવે.

  • Jignesh Patel, Anand

Related posts

હવે આડેધડ વાહન મુકતા પહેલા સાવધાની રાખજો : જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

Charotar Sandesh

અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના દર્દીઓની સારવાર કરતી વાસદ ગામની દિકરી ડો. કાજલ શાહ…

Charotar Sandesh

આણંદના પાધરીયા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર…

Charotar Sandesh