Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયેલો કોરોના પોઝિટિવ આરોપી મુંબઈથી ઝડપાયો

બપોરના સમયે બાથરૂમની બારી તોડી દીવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો…

આણંદ : જનરલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયેલા કોરોના પોઝિટિવ આરોપીને આણંદ એલસીબી પોલીસે મુંબઈથી ઝડપી પાડીને પુન: આણંદની જનરલ હોસ્પિટલના આઈસોલેશનમાં મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાસદના પ્રોહિબિશનના ગુનામાં અમદાવાદની સાબરમતી જેલમાંથી ગત ૧૬મી જુલાઈના રોજ ટ્રાન્સફર વોરંટના આધારે એલસીબી ઓફિસે લવાયેલા પ્રદિપભાઈ ઠાકોરલાલ ઠક્કર (રે. વડોદરા)નો કોરોના રિપોર્ટ કઢાવતા તે પોઝિટિવ આવતાં તેને આણંદની જનકલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર ચાલુ કરવામાં આવી હતી. દરમ્યાન ગત ૮મી તારીખના રોજ બપોરના સમયે કુદરતી હાજતે જવાનું બહાનુ કાઢીને બાથરૂમની બારી તોડી દીવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો. જે અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન પ્રદિપ ઠક્કર નવી મુંબઈના કોપર થાણે વિસ્તારમાં આવેલા પોતાની સાસરીમાં છૂપાયો હોવાની માહિતી મળતાં જ આંકલાવના પીએસઆઈ પી. એ. જાદવ અને એલસીબીની ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને તેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ખંભાત હિંસાને પગલે આણંદ SP મકરંદ ચૌહાણ તેમજ ખંભાત પીઆઈ અને DySPની તાત્કાલિક ધોરણે બદલી…

Charotar Sandesh

‘કોરોનામુક્ત ગામ’ મહાઅભિયાન : આણંદ રૂટ્‌સ ફાઉન્ડેશન દ્વારા નાવલી ગામને દત્તક લેવાયું

Charotar Sandesh

આણંદ : હોસ્પિટલોમાં બેડની પરિસ્થિતિ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : કલેકટર આર.જી.ગોહિલ

Charotar Sandesh