Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ ખાતે જિલ્‍લા કક્ષાની ટ્રેનીંગ ઓફ ટ્રેનર્સ તાલીમ શિબિર યોજાઇ…

તાલીમમાં મહિલાલક્ષી વિવિધ વિષયો ઉપર જાણકારી આપવામાં આવી…

આણંદ : જિલ્‍લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા શકિત કેન્‍દ્ર અને પૂર્ણા યોજનાના સંયુકત ઉપક્રમે તાજેતરમાં ત્રિભુવનદાસ ફાઉન્‍ડેશન ખાતે જિલ્‍લા કક્ષાની ટ્રેનીંગ ઓફ ટ્રેનર્સ તાલીમ શિબિર યોજાઇ ગઇ.

જિલ્‍લા કક્ષાની આ તાલીમ શિબિરમાં વિષય નિષ્‍ણાત તરીકે ગુજરાત સીવિલ સર્વિસ એકેડેમીના ડીરેકટર
શ્રી કિરણભાઇ સેનવા, આણંદ આઇ.ટી.આઇ.ના આચાર્ય શ્રી આઇ. કે. સોલંકી, જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ. એમ. વ્‍હોરા, જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકર, ગર્લ્‍સ એજયુકેશનના મદદનીશ કો-ઓર્ડીનેટર પૂર્વીબેન, પોકસોના રીપલબેન ડાભી, ૧૮૧ના કૈલાસબેન, તથા મનીષાબેન અને ડૉ. દીપ્‍તીબેને ઉપસ્‍થિત રહ્યા હતા.

આ મહાનુભાવોએ તાલીમ શિબિરમાં હાજર રહેલ બહેનોને અલગ-અલગ વિષયો ઉપર માહિતીસભર જાણકારી આપી હતી. જેમાં ખાસ કરીને જાતિગત ભેદભાવો તથા પિતૃપ્રધાન સમાજ વ્‍યવસ્‍થાની કિશોરીઓ-મહિલા પર થતી અસર, સાઇબર ક્રાઇમ, જીવન કૌશલ્‍યની સમજ, કૌશલ્‍યવર્ધન કેન્‍દ્રોની કામગીરી અંગેની સમજ, ભૃણ હત્‍યા, દિકરીઓની સંખ્‍યામાં થતો ઘટાડો, બાળલગ્‍ન પ્રતિબંધક અધિનિયમ, સ્‍વ બચાવ, ગુડ ટચ-બેડ ટચ, જાતિય ગુનાઓ, કિશોરીઓમાં પ્કુપોષણ અને એનેમિયા અંગે નિવારણ, કિશોરીઓમાં જોવા મળતો શાળા ડ્રોપ આઉટ રેશિયો, પોકસો એકટ, ૧૮૧-અભયમ-મહિલા હેલ્‍પ લાઇન જેવા વિષય આવરી લેવામાં આવ્‍યા હતા.

આ તાલીમ શિબિરમાં આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન તબિયાર, જિલ્‍લા દહેજ પ્રતિબંધક અધિકારી ડૉ. મનિષાબેન મુલતાની, આઇ.સી.ડી.એસ. શાખા પૂર્ણા કન્‍સલ્‍ટન્‍ટશ્રી, મહિલા શકિત કેન્‍દ્રના જિલ્‍લા
કો-ઓર્ડીનેટરશ્રી, ફિલ્‍ડ ઓફિસરશ્રી, આઇ.સી.ડી.એસ. શાખાના સી.ડી.પી.ઓશ્રી અને મુખ્‍ય સેવિકા બહેનો હાજર રહ્યા હતા.

Related posts

આણંદ જિલ્લામાં એક કેસ નોધાયો : હાલ બે દર્દીઓ સારવાર હેઠળ : કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૯૯…

Charotar Sandesh

આણંદ, બોરસદ, તારાપુર, પેટલાદ અને ખંભાતના કોરોનાગ્રસ્ત વિસ્તારો અંગે જાહેરનામું…

Charotar Sandesh

યાત્રાધામ ડાકોરમાં યોજાનારી રથયાત્રામાં પોલીસ બંદોબસ્તમાં સૌપ્રથમવાર બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે

Charotar Sandesh