Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ઇ.એમ.ટી. અને પાયલોટોનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા…

આણંદ : રાજયના નાગરિકોની આરોગ્‍ય કાળજી માટે તત્‍પર ગુજરાતની સંવેદનશીલ રાજય સરકારે ૧૦૮ની સેવાને વ્‍યાપક અને પરિણામલક્ષી બનાવવા માટે સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેવી જ ગુજરાતની મહત્‍વની આરોગ્‍ય સેવા ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ સેવાઓ લાખોની સંખ્‍યામાં લોકોને મદદ કરી અને જરૂરિયાતમંદ લોકોને તાત્‍કાલિક સેવાઓ પૂરી પાડીને અનેક લોકોના જીવ બચાવ્‍યા છે.

વૈશ્વિક કોરોનાના સમયના કપરા કાળમાં પણ માનવજાત માટે મેડીકલ ઇમરજન્‍સીમાં મુકાયેલા દર્દીઓ માટે ૧૦૮ ઇમરજન્‍સી એમ્‍બયુલન્‍સ સેવા આજે જીવનદાયિની સાબિત થઇ છે.

આણંદ જિલ્‍લામાં ૧૦૮ ઇમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ સેવા દ્વારા અવિરત અને નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.

આણંદ જિલ્‍લાના ઇ.એમ.ટી. અને પાયલોટ રાત-દિવસ જોયા વગર પોતાની ફરજો અદા કરી રહ્યા છે. હાલના કોરોનાના કપરા કાળમાં પણ તેઓ ખભેખભા મીલાવીને દર્દીઓની સેવા કરી રહ્યા છે.

આવા અવરિત રાત-દિવસ જોયા વગર સેવા કરવા બદલ ઇમરજન્‍સી ટીમનું શ્રેષ્‍ઠ કામગીરી કરવા બદલ જિલ્‍લા અધિકારી શ્રી રવિ પ્રજાપતિ દ્વારા ઇ.એમ.ટી. ધવલભાઇ, અજીતભાઇ, અર્પિતભાઇ, વિજયભાઇ તથા નિખીલભાઇ અને પાયલોટ મહેશભાઇ, પ્રતાપસિંહ, નવીનભાઇ, દિનેશભાઇ તથા હસમુખભાઇને ઇ.એમ. કેર તથા પ્રમાણિકતાનું પ્રમાણપત્ર અને સ્‍મૃતિચિન્હ અર્પણ કરીને સન્‍માનિત  કરવામાં આવ્‍યા હતા.

Related posts

આણંદમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ…

Charotar Sandesh

ખેડાના આ ગામમાં અમૂલની રેડ : માત્ર ર૦ પશુ છતાં હજારો લીટર દૂધ ભરાવવામાં આવતું હતું !

Charotar Sandesh

કારગિલ દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા નિવૃત સૈનિકો, અમર જવાનોના પરિવારોની મુલાકાત

Charotar Sandesh