Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના નાગરિકોને નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં કલેકટર આર.જી.ગોહિલનો સંદેશ…

આણંદ : જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે કોરોના હજુ ગયો નથી એ વાત સતત મનમાં રાખીને નાતાલનું પર્વ અને નવા વર્ષની ઉજવણી  કોરોનાથી બચવાની તકેદારીઓ અને સાવચેતીઓનું  ચુસ્તપણે પાલન કરવાની સાથે સંયમ અને નિયમોને પાળી ઉજવવાનો ખાસ સંદેશો પાઠવ્‍યો છે.

શ્રી ગોહિલે આણંદ જિલ્‍લાના નાગરિકોને  સંદેશો પાઠવતાં જણાવ્‍યું કે, આપણે સહુએ એક વાત ખાસ યાદ રાખવાની છે કે  જો સાવચેતી હટશે તો કોરોનાનું સંક્રમણ વધવાની  શક્યતા હકીકત બની શકે છે.

શ્રી ગોહિલે વધુમાં તબીબો, પેરા-નોન પેરા મેડીકલના કર્મયોગીઓ સહિત વિવિધ વિભાગના  કર્મયોગીઓ અને માધ્યમો એક પણ દિવસનો વિરામ લીધા વગર, જોખમ વહોરીને કોરોના સામે લડત આપી રહ્યાં છે. ત્યારે આવો આપણે સૌ લોક સહયોગથી અને તહેવારોની સંયમિત ઉજવણીથી કોરોના સામે સુરક્ષિત રહીએ અને રાષ્‍ટ્ર-રાજય અને જિલ્‍લાને કોરોના મુકત બનાવીએ એવી લાગણી વ્યક્ત કરી છે.

કલેકટરશ્રીએ જિલ્‍લાના નાગરિકોને  પુન: એક વાત યાદ અપાવી છે કે જિલ્‍લાનો દરેક નાગરિક   સંકલ્‍પ કરે કે  હું માસ્‍ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ અને આ મંત્રને અપનાવી કોરોનાને હરાવવામાં સહભાગી થઇશું.

Related posts

કાનૂની સેવા સત્તા મંડળ આણંદ દ્વારા યોજાયેલ તૃતીય નેશનલ લોક અદાલતમાં ૫૦૨૧ કેસોમાં સુખદ સમાધાન

Charotar Sandesh

અમૂલ હવે ૨૦૦ મિલી ઊંટડીના દૂધના પાઉચ બહાર પાડશે…

Charotar Sandesh

USA : ન્યૂજર્સી ખાતે નાવલી ગામના રહેવાસીઓની સમર પીકનીકનુ આયોજન

Charotar Sandesh