Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આજે વધુ ત્રણ રિપોર્ટ પોઝીટીવ નોંધાયા : એક દર્દીનું મોત નિપજ્યું…

આણંદ જિલ્લામાં કુલ ૧૩૪ પોઝીટીવ કેસ મળી આવેલ, જેમાં હાલ કુલ ૧૩ દર્દી સારવાર હેઠળ…

આણંદ : લોકડાઉનમાં છુટછાટ મળતાં લોકલ ટ્રાન્સમિશનથી આણંદ જિલ્લામાં કોરોનાએ પુનઃ માથું ઉચક્યું છે, જેથી આજે વધુ ત્રણ કેસો આણંદ શહેર અને ખંભાતમાં નોંધાયા છે, જેને લઈ જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૩૪ થઈ છે.

આજે જિલ્લામાં નોંધાયેલ કેસોમાં (૧) ખંભાતમાં ચોક્સીની પોળ ખાતે ૭૦ વર્ષીય પુરુષ, (ર) ખંભાતમાં પીઠ બજારમાં ૭૦ વર્ષીય પુુરુષ તેમજ (૩) આણંદ શહેરમાં ઈસ્માઈલ નગરમાં ૩૭ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે, આ કોરોના દર્દીઓને શ્રી ક્રિષ્ના હોસ્પીટલ કરમસદ ખાતે ખસેડાયા છે. તેમજ તંત્ર દ્વારા સેનેટાઈઝ પ્રક્રિયા હાથ ધરી પરિવારજનોને હોમ કોરેન્ટાઈન કરાયા છે. તેમજ ખંભાતમાં ચોક્સીની પોળ ખાતે રહેતા ૭૦ વર્ષીય પુરુષનો કોરોનાએ ભોગ લીધો છે.

આણંદ જિલ્લામાં કુલ ૧૩૪ પોઝીટીવ કેસ મળી આવેલ, જેમાં હાલ કુલ ૧૩ દર્દી સારવાર હેઠળ છે. જૈ પૈકી ૬ દર્દીઓ વેન્ટીલેટર ઉપર, ૩ દર્દીઓ ઓક્સિજન ઉપર તેમજ ૩ દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે. જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૧૩ ઉપર પહોંચ્યો છે.

Related posts

ઉમરેઠ : હમિદપુરા ચોકડી પાસે આઈસર ટેમ્પાએ એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લેતાં મોત…

Charotar Sandesh

ત્રીજી લહેરના અગમચેતીના ભાગરૂપે બાળકો માટે પુસ્‍તિકાનું વિમોચન કરતાં જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી

Charotar Sandesh

એનસીસી દ્વારા આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલનું સન્માન કરાયું

Charotar Sandesh