Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોનાની ઝપેટમાં : કુલ આંકડો ૨૨૪ પહોંચ્યો…

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લામાં લોકોમાં સાવચેતીના અભાવે કોરોનાએ ચિંતાજનક ઝડપ પકડી છે. જેથી વધુ ત્રણ વ્યક્તિઓને ઝપેટમાં લીધા છે. જોકે હજીયે સંક્રમિત અને બીમારી ધરાવતા કેટલાક લોકો કદાચ ડરના માર્યા કોરોના સેમ્પલ આપવા બહાર આવતા નથી. આથી વાસ્તવિક આંકડો કદાચ વધારે હોઇ શકેની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિત અનુસાર, આજે ત્રણ પોઝીટીવ નોંધાયેલ કેસોમાં (૧) આદિનાથ બંગ્લોઝ, જીટોડીયા ખાતે રહેતા ઉ.વ. ૪૨ (સ્ત્રી) (ર) જૂના મોગરી રોેડ ઉપર રહેતી મહિલા (ઉ.વ. ૫૬) (૩) સતકૈવલ મંદિરવાળું ફળિયું, અંબાવ ગામે આંકલાવ ખાતે રહેતા ૬૫ વર્ષીય પુરુષ નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે.

આ સાથે આજે કોરોના પોઝીટીવ ૭૦ વર્ષીય વૃદ્ધનું અવસાન થવા પામેલ છે…

આજે પોઝિટિવ કેસ નોંધાતા તે સ્થળોએ આરોગ્ય, પોલીસ સહિતની ટીમો પહોંચી હતી. જયાં સેનેટરાઇઝ, પરિવાર અને નજીકના સંપર્કોનો મેડીકલ ચેકઅપ સર્વ તથા કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં કુલ આંકડો ૨૨૪ ઉપર પહોંચ્યો છે. તેમજ વિદ્યાનગર હરિઓમ નગરના કોરોના પોઝીટીવ ૭૦ વર્ષીય વૃદ્ધ નગીનભાઈ માછી નું અવસાન થવા પામેલ છે.

નોંધનીય છે, કે આરોગ્ય સહિતના તંત્ર દ્વારા જિલ્લામાં અન્યત્ર ફેલાવો ન થાય તે માટે કન્ટેન્ટમેન્ટ ઝોન, ડ્રોન, મેડિકલ સર્વ સહિતની કામગીરી હાથ ધરી હતી. લોકડાઉનના સમયગાળા દરમ્યાન જિલ્લાનું મુખ્ય મથક આણંદ શહેર કોરોના મુકત રહેવા પામ્યું હતું. પરંતુ અનલોક-૧ જાહેર થયા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત સહિતના નિયમોનો સરેઆમ ભંગ થયાની સ્થિતિ જોવા મળી હતી.

Related posts

વડતાલધામમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્ય માટે યજ્ઞ સંપન્ન…

Charotar Sandesh

ઉમરેઠ : હમિદપુરાવાળી ૧૬૨-૪વાળી જમીન મૂળ ખેડૂતના નામે ચઢાવવામાં મામલતદારના ગલ્લાતલ્લા

Charotar Sandesh

આણંદ-નડિયાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં જિલ્લા કલેક્ટર દ્વારા કેટલાક નિયંત્રણ લગાવાયા…

Charotar Sandesh