Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં દશામાના વ્રત-ઉત્સવને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું…

આણંદ : સમગ્ર રાજય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાયેલ છે કે જેને વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવમાં આવેલ છે. COVID-19 ના વાયરસની મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા તા. ૩૧/૭/૨૦૨૦ સુધી લોકડાઉન બાબતે જરૂરી માર્ગદર્શિકાઓ તેમજ આદેશો આપવામાં આવ્‍યા છે.

દશામાના વ્રત-ઉત્‍સવને અનુલક્ષીને સમગ્ર આણંદ જિલ્‍લામાં મૂર્તિઓનું વિસર્જન કરવા તથા શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ…

આણંદ જિલ્‍લામાં આગામી સમયમાં દશામા વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે તેમજ વ્રત પૂર્ણ થયેથી દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવાના વ્રત-ઉત્‍સવ સંબંધે વિવિધ સ્‍થળોએ દશામાંની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં કરી, સરઘસ સાથે વિસર્જન/શોભાયાત્રા યોજવાની તેમજ મોટી સંખ્‍યામાં લોકોની અવર-જવર તેમજ ભીડ એકઠી થવાની સંભાવનાને ધ્‍યાને લઇ આણંદના જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી આર. જી. ગોહિલે તેમને મળેલ સત્તાની રૂઇએ ધ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૨૬(ર), ૩૦ તથા કલમ-૩૪ ધી એપેડેમિક ડીસીઝ એકટ, ૧૮૯૭ની કલમ-ર હેઠળ સમગ્ર આણંદ જિલ્‍લામાં હાલમાં કેન્‍દ્ર સરકારના ગૃહ વિભાગની તેમજ રાજય સરકારના ગૃહ વિભાગની અનલોક-રની ગાઇડલાઇન અમલમાં હોઇ ધાર્મિક કાર્યક્રમો સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોકમેળા કે ધાર્મિક વરઘોડા-શોભાયાત્રા પર સખ્‍ત મનાઇ અમલી હોઇ આગામી દશામાં ઉત્‍સવને ધ્‍યાને લઇ પી.ઓ.પી.માંથી બનાવેલ દશામાંની મૂર્તિઓની બનાવટ તથા વેચાણ કરવા તેમજ દશામાંની અન્‍ય મૂર્તિઓનું વિસર્જન કરવા તથા શોભાયાત્રા કાઢવા ઉપર જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્‍યકિત નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૫૧  થી  ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમથી આણંદ જિલ્‍લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્‍યા હોવાનું પણ વધુમાં જણાવાયું છે.

Related posts

આજે વડાપ્રધાનના જન્મદિને આણંદમાં કાગળમાંથી બેગ બનાવી ફ્રીમાં વિતરણ કરાશે

Charotar Sandesh

ફરી લોકડાઉનની અફવાને પગલે આણંદમાં મસાલા-બીડી, ગુટખાના બેફામ કાળાબજાર…

Charotar Sandesh

આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ધરણા-પ્રદર્શન…

Charotar Sandesh