Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં સાવચેતીના અભાવે રોજે-રોજ સામે આવતાં કેસો : આજે વધુ ૧૧ કોરોના પોઝીટીવ…

  • એકાએક કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળાનું મુખ્ય કારણ હવે લોકોમાં કોરોનાનો શરુઆતના સમય જેવો ડર રહ્યો નથી…!!

  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી સ્થાનિકોની બેદરકારીપૂર્વકની મુખ્ય બજારોમાં અવરજવર, માસ્ક ન પહેરવો, સોશિયલ ડિસ્ટન્સને અવગણીને ટોળેટોળા થવા સહિતની બાબતો કારણભૂત છે…

આણંદ : આણંદ જિલ્લામાં અનલોક જાહેર કરાયા બાદ અપાયેલ વધુ છૂટછાટના પગલે કોરોનાની બ્રેક ફેઇલ થઇ ગઇ હોય તેમ તેનો કહેર આણંદ શહેર સહિત જિલ્લામાં પ્રસરી રહ્યો છે. એકાએક કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળાનું મુખ્ય કારણ હવે લોકોમાં કોરોનાનો શરુઆતના સમય જેવો ડર રહ્યો નથી. આ સ્થિતિને ડામવા સત્વરે નિર્ણાયક પગલાં ભરવામાં નહીં આવે તો શહેરો ઉપરાંત ગ્રામ્ય સ્તરે કોરોનાનો સકંજો વધુને વધુ ભીંસાતો જશેની ભીતિ અસ્થાને નથી. વધતા જતા કોરોનાના કેસોમાં મુખ્યત્વે સંક્રમણની વધતી ઝડપ છે. જેમાં મુખ્યત્વે કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી સ્થાનિકોની બેદરકારીપૂર્વકની મુખ્ય બજારોમાં અવરજવર, માસ્ક ન પહેરવો, સોશિયલ ડિસ્ટન્સને અવગણીને ટોળેટોળા થવા સહિતની બાબતો કારણભૂત છે. આથી પોલીસ અને વહીવટીતંત્રએ કડક હાથે કાર્યવાહી કરવી એ જ વિકલ્પ કોરોનાને કંટ્રોલમાં લેવામાં કારગત બનશે.

આજે બપોર સુધીમાં વધુ ૧૧ કેસો નોંધાયેલ છે, જેમાં આણંદ શહેરમાં (૧) મુસ્તાકભાઈ મહમંદભાઈ વ્હોરા ઉ.વ. ૬૬ રહે. અલીફપાર્ક ટી.બી. હોસ્પિટલ પાછળ ભાલેજ રોડ આણંદ (ર) દીલબાનુ નુરઅલી સુરાની ઉ.વ. ૬૭ રહે. ખોજા સોસાયટી આણંદ (૩) નુરઅલી જાફરઅલી સુરાની રહે. પુજા સોસાયટી આણંદ તેમજ અન્ય ગામોમાં (૪) રમણભાઈ રાયસિંગભાઈ વાઘેલા ઉ.વ. ૭૧ રહે. વ્રજકુટીર સોસાયટી ધરતીનગર પાસે હાડગુડ, (પ) શૈલેષભાઈ જયનારાયણ પટેલ ઉ.વ. ૬૩ રહે. ગાયત્રી સોસાયટી ખંભોળજ (૬) રમેશભાઈ ખુશાલભાઈ વાઘેલા ઉ.વ. ૪૫ રહે. ગીરીરાજપાર્ક લાલ થાંભલો બાકરોલ રોડ વિદ્યાનગર, (૭) ગુલુભાઈ ઉદેસિંહ રાઠોડ ઉ.વ. ૪૫ રહે. નુરાની સોસાયટી ચારવીઘા નાપા-વાંટા (૮) કૌશરબાનુ જહુરહુસેન દિવાન ઉ.વ. ૬૪ રહે. અલરહમાન રેસીડેન્સી જકાતનાકા પાસે ભાલેજ રોડ આણંદ, (૯) સુભાષભાઈ ડાહ્યાભાઈ બારોટ ઉ.વ. ૬૪ રહે. ગંગાપાર્ક સોસાયટી બોરસદ, (૧૦) મંજુલાબેન રજનીકાન્ત પટેલ ઉ.વ. ૫૭ રહે. સમડીવાળુ ફળિયું સુરકુવા તા. બોરસદ, (૧૧) ફાતમાબાનુ હફીસુદ્દીન કાજી ઉ.વ. ૬૫ રહે. કાજીવાડો પેટલાદ સહિત ૧૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આથી તેઓને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં મોકલાયા છે.

જો કે આણંદમાં તેઓના ઘર અને આસપાસના વિસ્તારને સેનેટાઇઝ સહિતની કામગીરી કરવામાં આવ્યાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

Related posts

આણંદ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ-નાગરિકોએ કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કર્યા…

Charotar Sandesh

આણંદ તાલુકાના ખાનપુર તાબે ભોઈપુરામાં નકશા પ્રમાણે રસ્તો કાઢી આપવા રજૂઆત કરાઈ

Charotar Sandesh

વડતાલમાં શ્રીહનુમાનજીનું વિશેષ પૂજન અન્નકુટ ધરાવાયો

Charotar Sandesh