Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં “સત્વ” સ્કીન ક્લિનીકનું ઉદ્‌ઘાટન યોજાયું…

આણંદ જિલ્લા કલેક્ટરશ્રી આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર, બોરસદ પ્રાંત અધિકારી ડી.આર.પટેલ, એડી. કલેક્ટરશ્રી કિશોરભાઈ સુરતી, ગાંધીનગર તથા આંકલાવ તાલુકા વિકાસ અધિકારીશ્રી ડૉ. ક્રિશ્ના ઉપાધ્યાય નાઓએ સત્વ ક્લિનીકનું ઉદ્‌ઘાટન રીબન કાપી કર્યું હતું…

આણંદ : આણંદ શહેરમાં ડૉ. નિષીત સુરતી (MBBS, MD) Dermatology, Trichology, Cosmetology દ્વારા “સત્વ” સ્કીન, હેર, લેસર, કોસ્મેટીક ક્લિનીકનું ઉદ્‌ઘાટન યોજવામાં આવ્યું.

આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર, બોરસદ પ્રાંત અધિકારી ડી.આર.પટેલ, એડી. કલેક્ટરશ્રી કિશોરભાઈ સુરતી, ગાંધીનગર તથા આંકલાવ તાલુકા વિકાસ અધિકારીશ્રી ડૉ. ક્રિશ્ના ઉપાધ્યાય નાઓએ સત્વ ક્લિનીકનું ઉદ્‌ઘાટન રીબન કાપી કર્યું હતું. આ પ્રસંગે ડૉ. નિષીત સુરતી તથા પરિવારજનોએ સૌને આવકાર્યા હતા.

આણંદ ખાતે ૧૦૬, રઘુવીર સિટી સેન્ટર, જેડ બ્યુ ઉપર, યોગી પેટ્રોલ પંપ નજીક, ભાલેજ રોડ ઉપર ઉદ્‌ઘાટન થયેલ ‘સત્વ’ સ્કીન ક્લીનીકમાં ચામડી રોગો જેવા કે, દાદર, સોરાયસીસ, ખરજવું, સફેદ ડાઘા, ખીલ, ખીલના ડાઘ, ખાડાની સારવાર, ખરતા વાળ, ઉંદરી, મસા, કણીની સારવાર, નખના રોગો, શીળસ, એલર્જીની સારવાર, આધુનિક લેસર પધ્ધતિથી અણગમતા વાળની સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટ, આધુનિક પ્લેટલેટ રીચ પ્લાસ્મા દ્વારા વાળ તથા ચહેરાની સારવાર તેમજ ઓક્સી ફેસિયલ, મેડી ફેસિયલ દ્વારા ચહેરા પરના ગ્લો લાવવા, કેમીકલ પીલીંગથી ખીલ તથા ચહેરાના ડાઘાની સારવાર થઈ શકશે.

આમ, આણંદ શહેરમાં ખુલ્લુ મુકાયેલ ‘સત્વ’ સ્કીન ક્લિનીકનો લાભ હવે શહેરીજનો લઈ શકશે.

Related posts

આણંદ : સાર્વજનિક કે ખાનગી જગ્યા્ઓમાં ચૂંટણી પ્રચાર માટે જાહેરમાં લાઉડસ્પી‍કર વગાડવા પર નિયંત્રણ…

Charotar Sandesh

આણંદ ARTOના ૩ કર્મી સસ્પેન્ડ : અત્યાર સુધી કેટલા બોગસ લાયસન્સ કૌભાંડમાં બનાવ્યા ? તપાસ શરૂ

Charotar Sandesh

નડિયાદમાં કિશોરી પર ભગાડીને દુષ્કર્મ : આરોપીને કોર્ટે દસ વર્ષ કેદની સજા ફટકારી…

Charotar Sandesh