Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ સહિત સાંસદ મિતેશ પટેલે પ્રગતિ કોરોના કેર સેન્ટરની મુલાકાત લીધી…

આણંદ જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ તેમજ સાંસદ મિતેશભાઈ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું…

આણંદ : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠમાં સાકાર હોસ્પિટલ સંચાલિત પ્રગતિ કોરોના કેર સેન્ટર તા. ૨૮.૦૪.૨૦૨૧ થી કાર્યરત છે. જેમાં અત્યાર સુધી કુલ ૭૨ દર્દીઓએ સારવાર લીધી છે, જે પૈકી ર દર્દીઓને સારવાર હેઠળ આગળ મોકલ્યા હતા તેમજ ૭૦ દર્દીઓ સંપૂર્ણ રીતે કોરોનામુક્ત થયા છે. હાલમાં ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. આજરોજ તા. ૧૫-૦૫-૨૦૨૧ ના દિવસે આણંદ જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓએ સંસ્થાની મુલાકાત લીધી હતી તથા સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું. આ જ કાર્યને આગળ ધપાવવા માટે સહકારની બાંહેધરી આપી હતી. પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન વજેસીંગ સરે આ કાર્ય નિષ્ઠાપૂર્વક સફળ રહે તેવી શુભકામનાઓ પાઠવીને સર્વે મહાનુભાવોનો આભાર માન્યો હતો.

આજરોજ પ્રગતિ કોરોના કેર સેન્ટરની સ્થળ મુલાકાતે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ, સાંસદ મિતેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી આણંદ જિલ્લો જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ડીડીઓ આશિષકુમાર, ટીડીઓ એચ.પી.સાધુ, ટીએચઓ અંબાલાલ પટેલ, તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ, ન.પા.પ્રમુખ રમીલાબેન પટેલ, શહેર-જિલ્લા મહામંત્રીઓ સહિત ઉમરેઠ શહેર પ્રમુખ હર્ષભાઈ શહેરાવાલા, જિલ્લા સંગઠન પ્રભારી અમીતભાઈ ઠાકર, તાલુકા પ્રમુખ, રંજનબેન પરમાર, તા. મહામંત્રી સુભાષભાઈ પરમાર, ખ.બે.ચેરમેન અર્જુનસિંહ, હમીદપુરા સરપંચ રોહિતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ધારાસભ્ય ગોવિંદ પરમારે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી, નારાજગી થઈ દૂર…

Charotar Sandesh

આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા સાંજના ૫ વાગ્યા બાદ બંધ માટે અપીલ : વેપારી એસોસિએશનનું સમર્થન…

Charotar Sandesh

ખંભાતના શક્કરપુરમાં થયેલ પથ્થરમારામાં ઝડપાયેલ આરોપીઓએ રિમાન્ડ દરમ્યાન કર્યો મોટો ખુલાસો

Charotar Sandesh