Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા ન્યાયાલય અને તાબા હેઠળની તમામ અદાલતોમાં તા.૧૦ જુલાઇએ રાષ્ટ્રિય લોક અદાલત યોજાશે…

પક્ષકારો અને વકીલમિત્રોને વધુ માં વધુ લાભ જણાવાયુ છે…

આણંદ : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, આણંદ દ્વારા જીલ્લા ન્યાયાલય,આણંદ તથા તેના તાબા હેઠળ આવેલ તમામ અદાલતો જેવી કે, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા,આંકલાવ, તારાપુર ખાતે તારીખ-૧૦/૦૭/૨૦૨૧ નાં રોજ ” રાષ્ટ્રીય લોક-અદાલત” નું આયોજન કરવામાં આવેલ છે.જેનો વધુમાં વધુ લાભ લેવા પક્ષકારો, વકીલ મિત્રોને જણાવવામાં આવે છે.

“રાષ્ટ્રીય લોક અદાલત” માં.(૧) મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ અંતર્ગત તકરારો સિવાયની અકસ્માતને લગતા કેસો (એમ. એ. સી.પી કેસો) (૨) ફોજદારી સમાધાન લાયક કેસો (૩) નેગોશીયેબલ ઈન્સ્ટમેન્ટ એકટ કલમ-૧૩૮ ના કેસો (૪)લગ્ન સબંધી ફેમીલી કેસો (૫) મહેસુલના કેસો (૬) ભરણપોષણ ના કેસો (૭) એલ.એ.આર. ના કેસો (૮)હિન્દુ લગ્ન ધારો (૯) મુસ્લિમ લગ્ન ધારો (૧૦) ખ્રિસ્તી લગ્ન ધારો (૧૧) મજુર અદાલતના કેસો (૧૨)દિવાની દાવા જેવા કે ભાડાનાં, બેંકોના વિગરે (૧૩) વિજળીના તથા પાણીના (ચોરી સીવાયના) (૧૪)પ્રિ.લીટીગેશન કેસો માં ” લોક-અદાલત દ્વારા વિવાદો નું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે જે- તે અદાલત નો અથવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, આણંદ તથા તાલુકા કાનુની સેવા સમિતીઓના નિચે જણાવેલ ફોન નંબર ઉપર સંપર્ક સાધવા શ્રી. એ. એમ. પાટડીયા, સચિવશ્રી, જીલ્લાકાનુની સેવા સત્તા મંડળ, આણંદનાઓએ જણાવેલ છે.

તે મુજબ (૧) જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ તાલુકા કાનુની સેવા સમિતી, આણંદ ફોન નં.૦૨૬૯૨-૨૩૮૮૧૭,(૨) તાલુકા કાનુની સેવા સમિતી, બોરસદ ફોન નં. ૦૨૬૯૬–૨૨૦૮૫૩,(૩) તાલુકા કાનુની સેવા સમિતી, ખંભાત ફોન નં. ૦૨૬૯૦-૨૨૦૨પર,(૪) તાલુકા કાનુની સેવા સમિતી, ઉમરેઠ ફોન નં. ૦૨૬૯૨-૨૭૭૩૭૪,(૫) તાલુકા કાનુની સેવા સમિતી, સોજીત્રા ફોન નં. ૦૨૬૯૭–૨૩૩૧૪૪,(૬) તાલુકા કાનુની સેવા સમિતી, આંકલાવ ફોન નં. ૦૨૬૯૬-૨૮૦૦૧૬,(૭) તાલુકા કાનુની સેવા સમિતી, તારાપુર ફોન નં. ૦૨૬૯૮-૨૫૫૧૩૪,(૮) તાલુકા કાનુની સેવા સમિતી, પેટલાદ ફોન નં. ૦૨ ૬૯૭–૨૨૪૨૨૨નો સંપર્ક કરવા શ્રી. એ. એમ. પાટડીયા, સચિવશ્રી, જીલ્લાકાનુની સેવા સત્તા મંડળ, આણંદનાઓએ જણાવેલ છે.

Related posts

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણનો પ્રારંભ

Charotar Sandesh

આજે ખંભાતમાં વધુ બે કેસો : એક કોરોના પોઝીટીવ દર્દીનું મોત…

Charotar Sandesh

નડિયાદ : ત્રણ માળનો આખો ફ્લેટ ધરાશાયી થઈ જતાં રહીશો દટાયા… બચાવ કામગીરી શરૂ…

Charotar Sandesh