Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ : ખંભાતના કાંઠા વિસ્તારના ૧૫ જેટલા ગામના લોકોનું સ્થળાંતર…

આણંદ જિલ્લામાં સંભવિત વાવાઝોડા પવન અને ભારે વરસાદ ની સંભવનાને ધ્યાને રાખીને પૂરતી તકેદારી રાખવામાં આવી છે : કલેકટર આર.જી.ગોહિલ
જિલ્લા માટે એક એન.ડી.આર.એફ.અને એસ.ડી આર એફ ની ટીમો આવી ચૂકી છે જે રાલજ અને આણંદ ખાતે ગોઠવવામાં આવી છે…
સાંજના સુમારે દરિયાકાંઠા વિસ્તારમાં ૩૦ થી ૪૦ની સ્પીડે પવન ફુંકાશે અને વરસાદ પડવાની શક્યતા…
ખંભાતના ૧૫ ગામો અને બોરસદના ૩ ગામો તૌકતે વાવાઝોડાની આગાહીના પગલે એલર્ટ કરાયા…

આણંદ : તૌકતે વાવાઝોડાના સંભવિત ખતરા સામેની લડાઇમાં આણંદ જિલ્‍લાનું વહિવટીતંત્ર સજ્જ બન્‍યું છે. સંભવિત ટોકતે વાવાઝોડા ના પગલે અસરગ્રસ્‍તો માટે ખંભાત આઇ.ટી.આઇ. ખાતે અને માછીપુરા ખાતે શરૂ કરવામાં આવેલ આશ્રય કેન્‍દ્રોની આજે જિલ્લા કલેક્ટર શ્રી આર.જી ગોહીલ સહિત  જિલ્લા વિકાસ અધિકારી
શ્રી આશિષકુમાર અને ખંભાતના આસી.કલેક્ટર શ્રી સ્નેહલ ભાપકરએ મુલાકાત લઈ કરવામાં આવેલ વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું.

તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. તેવા જિલ્લામાં સંભવિત વાવાઝોડા પવન અને ભારે વરસાદ ની સંભવનાને ધ્યાને રાખીને પૂરતી તકેદારી રાખવામાં આવી છે તેમ કલેકટર આર.જી.ગોહિલે જણાવ્યું છે. જિલ્લા માટે એક એન.ડી.આર.એફ.અને એસ.ડી આર એફ ની ટીમો આવી ચૂકી છે જે રાલજ અને આણંદ ખાતે ગોઠવવામાં આવી છે.

આ સાથે ખંભાતના ૧૫ ગામો અને બોરસદના ૩ ગામો તૌકતે વાવાઝોડાની આગાહીના પગલે એલર્ટ કરાયા. ત્યારબાદ કલેક્ટર આર.જી.ગોહિલે રાલજ ખાતેના મંદિર સંકુલ અને દરિયા કિનારેની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ કલેક્ટર આર.જી.ગોહિલ, ડીડીઓ આશિષકુમાર, શ્રી સ્નેહલ ભાપકર આસી.કલેક્ટરે ધુવારણ દરિયાકાંઠાની પણ મુલાકાત લીધી હતી.

કલેક્ટરશ્રીએ જિલ્‍લાના નાગરિકોને વાવાઝોડા, પવન, ભારે વરસાદના સમયે ઘરની બહાર ન નીકળતાં ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો છે.

જિલ્‍લા કલેકટરશ્રીએ જિલ્‍લામાં કોઇપણ પ્રકારની પરિસ્‍થિતિ ઉભી થાય તે  પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે વહીવટી, પોલીસ, જિલ્લા પંચાયત  સહીત સમગ્ર વહીટીતંત્ર સુસજજ હોવાનું જણાવ્‍યું હતું.

સંભવિત વાવાઝોડા, ભારે પવન  અને વરસાદના સંજોગોમાં દરિયાકાંઠાના વિસ્તારના તેમજ શહેરી વિસ્તારમાં પુરતી  તકેદારી રાખી જરૂરી વ્યવસ્થાઓ ઉભી  કરવામાં આવી છે જેથી ઓછામાં ઓછું નુકશાન થાય અને કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તેને ખાસ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું.

Related posts

વડોદરા : શહીદ સંજય સાધુને અશ્રુભીની આંખે અને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય અપાઈ…

Charotar Sandesh

કોંગ્રેસ પક્ષનો સાથ છોડનાર ખંભાતના ધારાસભ્યે આક્ષેપો સાથે મીડિયા સમક્ષ કહી આ વાત, જુઓ

Charotar Sandesh

આણંદ-પેટલાદ ખાતે જિલ્‍લા-તાલુકાના કક્ષાના ૨૩ ખેડૂતોને બેસ્‍ટ આત્‍મા ફાર્મર એવોર્ડ સન્‍માનિત કરાયા…

Charotar Sandesh