Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્‍લામાં બે બાળલગ્‍નો થતાં અટકાવવામાં આવ્‍યા…

આંકલાવ તાલુકાના અંબાલ અને આણંદ તાલુકાના બોરીયાવી ગામમાં બે બાળલગ્‍નો થતાં અટકાવાયા…

આણંદ : આણંદ જિલ્‍લામાં અક્ષય તૃતિયા નિમિત્તે હોય  કે ગમે ત્‍યારે યોજાનાર લગ્‍નોમાં તંત્ર દ્વારા આકસ્‍મિક તપાસ કરવામાં આવશે. આ તપાસ દરમિયાન છોકરીની ઉંમર ૧૮ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષ કરતાં ઓછી હોવાનું માલુમ થશે તો કાયદાકીય રીતે ફરિયાદ દાખલ કરવામાં આવશે જેની જિલ્‍લાના નાગરિકો તથા સમૂહલગ્‍નના આયોજકોને ખાસ નોંધ લેવા આણંદના બાળલગ્‍ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીએ એક યાદી દ્વારા તાજેતરમાં જણાવ્‍યું હતું અને તે અંગેના સમાચારો પણ વિવિધ વર્તમાનપત્રોમાં પ્રસિધ્‍ધ થયા હતા.

આ યાદીમાં આ બાળલગ્‍ન બાબતે લેખિત/મૌખિક ફરિયાદ જેઓ કરવા માંગતા હોય તેઓને આણંદના અમૂલ ડેરી સામે, સરકીટ હાઉસની બાજુમાં, જૂની કલેકટર કચેરી, ખાતે આવેલ બાળલગ્‍ન અધિકારી સહ જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને લેખિત/મૌખિક જાણ કરવા પણ જણાવાયું હતું.

જેના અનુસંધાને તા. ૧૮/૫/૨૧ના રોજ આંકલાવ તાલુકાના અંબાલી અને આણંદ તાલુકાના બોરીયાવી ગામ ખાતે બાળલગ્‍ન થનાર હોવાની માહિતી આ કચેરીને મળી હતી.

આ માહિતીના આધારે બાળલગ્‍ન પ્રતિબંધક અધિકારી અને જિલ્‍લા બાળસુરક્ષા એકમ દ્વારા રૂબરૂ જઇને સ્‍થળ ઉપર તપાસણી કરવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન બંને છોકરાઓની ઉંમર ૨૧ વર્ષથી ઓછી અને એક છોકરીની ઉંમર ૧૮ વર્ષ કરતાં ઓછી જણાઇ આવતાં આ બંને બાળકોના માતા-પિતાને બાળલગ્‍નના કાયદા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. તેમજ બાળકોના માતા-પિતા અને ગામના સરપંચ સાથે પરામર્શ કરી આ બંને બાળલગ્‍નો અટકાવવામાં આવ્‍યા હતા. આ બાળલગ્‍નો અટકાવવામાં આવ્‍યા બાદ બંને બાળકોના માતા-પિતાનું લેખિત નિવેદન અને સ્‍ટેમ્‍પ પેપર ઉપ્‍ર બાળકીની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થયા બાદ અને બાળકની ઉંમર ૨૧ વર્ષ પુર્ણ થયા બાદ લગ્‍ન કરવા અંગેનું સોગંદનામું લેવામાં આવ્‍યું હતું.

આમ, બાળલગ્‍ન પ્રતિબંધક અધિકારી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક આ બંને બાળલગ્‍નો અટકાવવામાં આવ્‍યા હતા.

પુન: આણંદના સભ્‍ય સચિવ, જિલ્‍લા બાળ સુરક્ષા એકમ અને જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીએ  આ બાબતે લેખિત/મૌખિક ફરિયાદ જેઓ કરવા માંગતા હોય તેઓને આણંદના અમૂલ ડેરી સામે, સરકીટ હાઉસની બાજુમાં, જૂની કલેકટર કચેરી, ખાતે આવેલ બાળલગ્‍ન અધિકારી સહ જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને લેખિત/મૌખિક જાણ કરવા જણાવ્‍યું છે.

Related posts

ગુજરાત જીપીએસસી પરીક્ષામાં પ્રથમ : આણંદ જિલ્લાના વડોદ ગામનું ગૌરવ…

Charotar Sandesh

ગુજરાતના 23 IPS અધિકારીઓની બદલી : આણંદ SPની અમદાવાદ સાયબર ક્રાઈમમાં થઈ બદલી, જુઓ નવા એસપી

Charotar Sandesh

આણંદમાં દારૂની મહેફિલ ઉપર પોલિસની રેડ : આ ફાર્મ હાઉસમાં વડોદરાના ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ ઝડપાઈ, જુઓ

Charotar Sandesh