Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્‍લામાં ૬ બાળલગ્‍નો અટકાવવામાં ટીમને સફળતા મળી : ગુનો દાખલ કરવામાં આવ્‍યો…

સમૂહ લગ્‍નના આયોજક પર બાળલગ્‍ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ અન્‍વયે ગુનો દાખલ કરવામાં આવ્‍યો…

જિલ્‍લા બાળલગ્‍ન પ્રતિબંધક અધિકારી, જિલ્‍લા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્‍ડ લાઇન-આણંદની સરાહનીય કામગીરી…

આણંદ : ગત માસના છેલ્‍લા સપ્‍તાહ દરમિયાન આણંદ જિલ્‍લાના વિવિધ વિસ્‍તારોમાં બાળ લગ્‍ન થઇ રહ્યા હોવાની ફરિયાદો જિલ્‍લા બાળલગ્‍ન પ્રતિબંધક અધિકારીને મળી હતી. આ ફરિયાદોના આધારે જિલ્‍લા બાળલગ્‍ન પ્રતિબંધક અધિકારી દ્વારા જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, ચાઇલ્‍ડ લાઇન-આણંદ અને અભયમ-૧૮૧ની ટીમ દ્વારા જિલલાના વિવિધ વિસ્‍તારોમાં જઇ બાળલગ્‍ન અટકાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ કામગીરી અંતર્ગત આણંદના જિટોડિયામાં-૦૨, આણંદ શહેરમાં-૦૧, ખંભાત તાલુકાના કણઝટ ગામે-૦૧, આંકલાવ અને વઘાસી ગામમાં-૧-૧ મળી કુલ ૦૬ જેટલા બાળલગ્‍નો અટકાવવામાં આ ટીમને સફળતા મળી હતી.

જિલ્‍લામાં જયાં બાળલગ્‍નો થતાં થતા તે લગ્‍નોને અટકાવીને બાળકોના માતા-પિતા તથા સમાજના આગેવાનોને બાળલગ્‍ન કાયદા વિશેની જાણકારી આપવામાં આવી હતી.

સોજિત્રા તાલુકાના કાસોર ગામના પાચાલીપુરા સીમ વિસ્‍તારમાં સમૂહ લગ્‍ન રાખવામાં આવ્‍યા હતા. જયાં સમૂહ લગ્‍ન થઇ રહ્યા હતા તે સ્‍થળની સ્‍થળ તપાસ કરવામં આવતાં ત્‍યાં પણ એક બાળલગ્‍ન થઇ રહ્યા હોવાનું જણાઇ આવતાં સમૂહ લગ્‍નના આયોજક પર બાળલગ્‍ન પ્રતિબંધ અધિકારી શ્રી એસ. એમ. વ્‍હોરા દ્વારા સોજિત્રા પોલીસ સ્‍ટેશનમાં બાળલગ્‍ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ અન્‍વયે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

આ અંગેની વધુ વિગતો વિગતો જિલ્‍લા બાળલગ્‍ન પ્રતિબંધક અધિકારી શ્રી એસ. એમ. વ્‍હોરાએ દિવસે ને દિવસે જિલ્‍લામાં બાળલગ્‍નનું પ્રમાણ વધતું જાય છે તે બાબતને ચિંતાજનક જણાવી હતી. તેમણે જો કોઇ વ્‍યકિત ૧૮ વર્ષથી નીચેની છોકરી અને ૨૧ વર્ષથી નીચેના છોકરાના લગ્‍ન કરાવે કે લગ્‍ન કરાવવામાં મદદગીરી કરે તેવા તમામ વ્‍યકિતઓ જેવાં કે બાળકોના માતા-પિતા, ગોર મહારાજ, મંડપ ડેકોરેશનવાળા, જાનૈયા એમ પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે બાળલગ્‍નમાં ભાગ લેનાર તમામ વિરૂધ્‍ધ બાળ લગ્‍ન પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવે છે તેટલું જ નહીં જેમાં ૦૨ (બે) વર્ષ સુધીની જેલ અને રૂા. એક લાખ સુધીના દંડની જોગવાઇ હોઇ આવા કોઇ લગ્‍નો થતા હોય તો તેને અટકાવવા અગર તો તેની જાણ કરવા પણ શ્રી વ્‍હોરાએ વધુમાં જણાવ્‍યું છ.

શ્રી વ્‍હોરાએ વધુમાં આણંદ જિલ્‍લામાં સમૂહ લગ્‍નના આયોજકોએ સમૂહ લગ્‍ન કરાવતા પહેલાં તમામ યુગલની ઉંમરની ખરાઇ કરાવવા માટે આણંદની અમૂલ ડેરી સામે, સરકીટ હાઉસની બાજુમાં જૂની કલેકટરશ્રીની કચેરી ખાતે આવેલ જિલ્‍લા બાળલગ્‍ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે ફોન નંબર ૦૨૬૯૨-૨૫૩૨૧૦ / ૨૫૦૯૧૦ ઉપર તેમજ રૂબરૂમાં આવી જાણ કરવાની રહેશે તેમ જણાવ્‍યું છે.

Related posts

’ક્યાર’ની અસર વચ્ચે નવી સિસ્ટમ સક્રિય, ૩ નવેમ્બર સુધી વરસાદની આગાહી…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ર કેસ સહિત ગુજરાતમાં ઓમિક્રોનના આજે નવા ૯ કેસો નોંધાયા, જાણો વિગત

Charotar Sandesh

આણંદ શહેરમાં જિલ્લાનું પ્રથમ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરાશે : તૈયારીઓ આરંભી દેવાઈ…

Charotar Sandesh