Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્‍લા પંચાયતની અને આઠ તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણીમાં ૧૨,૧૫,૭૩૯ મતદારો…

આણંદ જિલ્‍લાની નગરપાલિકાઓ –  જિલ્‍લા/તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૧

આઠ તાલુકા પંચાયતો પૈકી સૌથી વધુ ૨,૬૧,૯૮૬ મતદારો આણંદ ગ્રામ્‍યમાં જયારે સૌથી ઓછા સોજિત્રા તાલુકા પંચાયતમાં ૬૪,૭૩૧ મતદારો

આણદ  : આગામી તા. ૨૮/૨/૨૦૨૧ના રોજ જિલ્‍લામાં જિલ્‍લા પંચાયતની અને આઠ તાલુકા પંચાયતો (આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુર)ની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત મતદાન યોજાનાર છે.

આ મતદાન માટે જિલ્‍લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્‍ત થયેલ વિગતો અનુસાર આણંદ જિલ્‍લા પંચાયતમાં ૬,૨૮,૮૫૧ પુરુષ, ૫,૮૬,૮૭૬ સ્‍ત્રી અને ૧૨ અન્‍ય જાતિના મળી કુલ ૧૨,૧૫,૭૬૯ મતદારોનો સમાવેશ થાય છે.

જયારે આણંદ જિલ્‍લાની આઠ તાલુકા પંચાયતો (આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજિત્રા, ખંભાત અને તારાપુર)ની યોજાનાર સામાન્‍ય ચૂંટણી માટે નોંધાયેલ મતદારોની વિગતો જોઇએ તો આણંદ(ગ્રામ્‍ય) તાલુકામાં સૌથી વધુ ૨,૬૧,૯૮૬ મતદારો નોંધાયો છે જેમાં ૧,૩૪,૨૪૫ પુરૂષ, ૧,૨૭,૭૩૭ સ્‍ત્રી અને ૦૪ અન્‍ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જયારે સૌથી ઓછા મતદારો સોજિત્રા તાલુકામાં નોંધાય છે જેમાં
૩૩,૬૬૧ પુરુષ , ૩૧,૦૬૯ સ્‍ત્રી અને ૦૧ અન્‍ય જાતિના મતદારનો સમાવેશ થાય છે.

આજ રીતે અન્‍ય તાલુકાની વિગતો જોઇએ તો ઉમરેઠ તાલુકા પંચાયતમાં ૬૪,૫૦૪ પુરૂષ, ૬૧,૪૫૨ સ્‍ત્રી અને અન્‍ય જાતિના ૦૨ મતદારો, બોરસદ તાલુકા પંચાયતમાં ૧,૩૧,૭૫૧ પુરૂષ અને ૧,૨૧,૧૧૮ સ્‍ત્રી મતદારો, આંકલાવ તાલુકા પંચાયતમાં ૫૧,૦૦૧ પુરૂષ અને ૪૮,૦૪૯ સ્‍ત્રી મતદારો, પેટલાદ તાલુકા પંચાયતમાં ૯૫,૦૨૧ પુરૂષ, ૮૯,૨૮૮ સ્‍ત્રી અને ૦૫ અન્‍ય જાતિના મતદારો, ખંભાત તાલુકા પંચાયતમાં ૮,૪૮૪૬ પુરૂષ અને ૭૪,૪૩૩ સ્‍ત્રી મતદારો અને તારાપુર તાલુકા પંચાયતમાં ૩૬,૮૨૨ પુરૂષ અને ૩૩,૭૩૦ સ્‍ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જયારે બોરસદ, આંકલાવ, ખંભાત અને તારાપુર તાલુકામાં અન્‍ય જાતિના એકપણ મતદાર નોંધાવા પામેલ નથી.

Related posts

વડતાલ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો : ર આરોપીઓ ઝડપાયા, ૩ ફરાર

Charotar Sandesh

જનાક્રોશની જીત : સવા મહિને સરકાર ઝૂકી, હેલ્મેટ પહેરવામાંથી મુકિત…

Charotar Sandesh

કલેક્ટરના આદેશ છતાં પાલિકાએ કાર્યવાહી ન કરાતાં બોરસદમાં જર્જરીત જૂનુ મકાન જમીનદોસ્ત થયુ, મોટી જાનહાનિ ટળી

Charotar Sandesh