Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ તાલુકાના કાસોર મુકામે જળસંચયના કામો કરનાર લોકોને ભોજન સહિત માસ્કનું વિતરણ કરાયું…

  • આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના “સેવા હી સંગઠન”ના મંત્રને સાર્થક કરતા મહામંત્રી નિરવભાઈ અમીન, જેમના તરફથી આ સુંદર સેવાકીય આયોજન કરાયું હતું…

આણંદ : “મનરેગા” યોજના થકી રોજગારી પૂરી પાડી ગ્રામ્ય વિસ્તારોમાં નિવાસ કરતા જરૂરીયાતમંદ કુટુંબને-૧૦૦-દિવસ આજીવિકાના આપવામાં આવે છે.

જે અંતર્ગત આણંદ તાલુકાના કાસોર મુકામે શેર તળાવ વિસ્તારમાં “જળસંચય”ના કામો કરતા ૧૫૨ લાભાર્થી ને આણંદ તાલુકા ભાજપા પરિવાર તરફથી માસ્ક વિતરણ સાથે ભોજન કરાવામાં આવ્યું તથા તેમની સાથે રૂબરૂ સંવાદ કરીને તેમને ગુજરાત સરકારની યોજનાઓ થી અવગત કરવામાં આવ્યા,તેમના દ્વારા આવેલ રજૂઆતને સાંભળી તેની નોંધ કરી તેના નિકાલ માટેનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ મનરેગાના લાભાર્થીઓ સાથે બેસીને ભાજપના પદાધિકારીઓ એ ભોજન લીધું.“

તે સંદર્ભે આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના “સેવા હી સંગઠન”ના મંત્રને સાર્થક કરતા મહામંત્રી નિરવભાઈ અમીન, જેમના તરફથી આ સુંદર સેવાકીય આયોજન કરાયું હતું એવા આણંદ જિલ્લા પંચાયત ખંભોળજ બેઠકના સભ્ય સુનિલભાઈ સોલંકી – આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અંજનાબેન પટેલ – આણંદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિનેશભાઇ સોલંકી – મહામંત્રી – શૈલેષભાઈ પટેલ – કાસોર તાલુકા પંચાયતના સભ્ય કેસરીસિંહ પરમાર- કુંજરાવ તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઈ ઠાકોર – કાસોર ગ્રામ પંચાયતના તલાટી – મનરેગા યોજના અધિકારી – કાસોર ગામના અન્ય વડીલો હાજર રહ્યા હતા.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ : જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસીસ્ટન્ટની આવક રૂ. ૨ કરોડ અને સંપત્તિ અધધ ૧૦ કરોડ..!!!

Charotar Sandesh

જિલ્લા કલેકટરએ ખંભાતના કોરોનાગ્રસ્ત રહેમતનગર અને કંસારી વિસ્તારમાં દવા છંટકાવ કરાવ્યો…

Charotar Sandesh

વડતાલધામ દ્વિશતાબ્દી નિમિતે સંપ્રદાયના છ ધામમાં એકાદશીએ 13 હજાર કિલો લીલી અને કાળી દ્રાક્ષનો અન્નકૂટ

Charotar Sandesh