Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ નજીકના અડાસ ગામે બેંક અધિકારીઓ તથા કર્મચારીઓની તુમાખીના પગલે બેંક ગ્રાહકોમાં રોષ…

આણંદ : તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પાંચ જેટલા બેકોના અન્ય બેકમાં મર્જર કરવાના પગલે જે તે બેકના ગ્રાહકોની મુશ્કેલી વધવા પામી હોય આણંદ નજીકના અડાસ ગામે આવેલ બેક ઓફ બરોડાના બ્રાંચના અધિકારીઓ તથા કર્મચારીઓની તુમાખીના કાણે બેકના ગ્રાહકોમાં રોષની લાગણી પ્રવર્તવા પામી છે ત્યારે સાંસદ તથા વિસ્તારના ધારાસભ્ય બેક તથ ગ્રાહકો વચ્ચે સુમેળતા ઉભી થવા પામે તેવા ઉકેલ લાવવા માગ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પાચ જેટલી બેકોનુ અન્ય બેક સાથે મર્જર કરવામાં આવતા જે તે બેકના ગ્રાહકોની મુશ્કેલી વધવા પામી હોય તેમ અડાસ ગામે આવેલ બેક ઓફ બરોડામાં અન્ય બેકના મર્જરના કારણે ભારણ વધવા પામ્યુ હોય તેમ બેકના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા બેકના ગ્રાહકો સાથે તુમાખીભર્યો વર્તાવ કરવામાં આવતા બેકા ગ્રાહકોમાં રોષની લાગણી પ્રવર્તવા પામી હોવાનુ જાણવા મળેલ છે. નવાઈની વાત તો એ છે કે, બેકમાં આવતા પેન્શનરો તથા સિનિયર સીટીઝનો સાથે પણ ઓરમાયા જેવા વર્તાવ કરવામાં આવી રહયા હોવા ઉપરાત બેક દ્વારા આપવામાં આવતી લોન સહાયમાં અપને પરાયે પગલે અન્યને જેવા ખેલ રચવામાં આવતા હોય સ્થાનિકોએ ડીંગા બતાવવા સાથે અન્ય ગ્રામજનોને લોન આપવામાં આવતી હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી હોવાનુ જાણવા મળેલ છે.

આ મુદ્દે આણદના સાસદ મિતેષ પટેલ દ્વારા આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાનો મત વિસ્તાર હોય બેક તથા બેકના ગ્રાહકો વચ્ચે સુમેળતા ઉભા થવા પામે તેવા ઉકેલ લાવવા સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.

જો કે એક તરફ સરકાર બેકોને સધ્ધરતા બનાવવા કવાયત હાથ ધરી રહી છે તો બીજીબાજુ બેકના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા બેકના ગ્રાહકો સાથે કરવામાં આવતા તુમાખીભર્યા વર્તનના કારણે બેકની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠવા પામી રહયાનુ જાણવા મળેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

આણંદ : આરટીઈ એક્ટ અન્વયે વંચિત જૂથના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ અપાશે : હેલ્પલાઈન નંબર જાહેર કરાયા…

Charotar Sandesh

ધારાસભ્ય ગોવિંદ પરમારે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી, નારાજગી થઈ દૂર…

Charotar Sandesh

આણંદ બોરસદ ચોકડી પાસે ત્રિ-પાંખીયા રેલ્વે ફ્લાયઓવર બ્રિજ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું

Charotar Sandesh