Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : પ્રોહિબિશનના ગુનામાં ૧ લાખની લાંચ માંગનાર બે પોલિસકર્મીઓને એસીબીએ ઝડપ્યા…

  • પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ બુટલેગરને મારઝુડ અને હેરાનગતિ નહીં કરવા બાબતે એક લાખની લાંચ માંગનાર બે પોલિસકર્મીઓ ઝડપાયા…

આણંદ : આણંદ પોલિસ સ્ટાફના બે પોલીસકર્મીએ ઝડપાયેલ બુટલેગરને પ્રોહિબિશનના ગુનામાં તેને માર નહીં મારવા માટે રૂપિયા ૪૫ હજારની લાંચ તેના પિતરાઈ ભાઈ પાસે માંગી હતી. જે અંગે પિતરાઈ ભાઈએ એસીબીમાં ફરિયાદ કરતાં આણંદ એસીબીએ સમગ્ર મામલે ડિમાન્ડનો ગુનો નોંધી ફરાર બંને પોલીસકર્મીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૧૯માં વાસદ પોલીસે મોગરના એક બુટલેગર વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. જેમાં બુટલેગરને મારઝુડ નહીં કરવા તેમજ ખોટી હેરાનગતિ નહીં કરવા માટે કોન્સ્ટેબલ જયદીપસિંહ સોઢા અને પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ઠાકોરે બુટલેગરના પિતરાઈ ભાઈને ગેલોપ્સ હોટલ પાસે બોલાવીને એક લાખની લાંચ માંગી હતી. રકઝક બાદ અંતે રૂા.૪૫ હજારમાં સોદો નક્કી થયો હતો. જે પેટે રૂા. ૨૫ હજાર ચૂકવી દેવાયા હતા અને બાકીના ૨૦ હજાર માટે વારંવાર ઊઘરાણી કરાતી હતી. જેથી ફરિયાદીએ લાંચની રકમ નહીં ચુકવવી હોય તેમની વચ્ચેની સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ કરી લેવાનું નક્કી કર્યું હતું. વર્ષ ૨૦૧૯ના ૧૮મી જાન્યુ.ના રોજ હોટલ ગેલોપ્સ નજીક પૈસા માટે બંને પોલીસકર્મીએ બોલાવતા ફરિયાદીએ ત્યાં જઈ સમગ્ર વાતચીતનુ રેકોર્ડિંગ કરી લીધું હતું. અને આ રેકોર્ડિંગની સીડી એસીબીની વડી અદાલતમાં મોકલીને ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબી કચેરીએ તપાસ કરતા ફરિયાદની હકીકતને સમર્થન મળ્યું હતું. અને બંને વિરૂદ્ધ પોલીસે ડિમાન્ડ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Related posts

અંગ્રેજ બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

Charotar Sandesh

”નડીયાદ ન્યુજર્સી USA” : અમેરિકામાં વસતા નડીયાદના વતનીઓને એક છત્ર હેઠળ ભેગા કરતું ઓર્ગેનાઇઝેશન..

Charotar Sandesh

આણંદ જનતા કર્ફયુ : રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, રોડ-રસ્તા બન્યા સુમસામ : જોરદાર પ્રતિસાદ…

Charotar Sandesh