Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : ભાલેજ ઓવરબ્રિજ પર જોખમી ગાબડું હોનારત સર્જશેની ભીતિ : સમારકામ કરવા માંગ…

થોડા દિવસ પહેલા ગત ૯ માર્ચે રાજકોટના આજીડેમ ચોકડીએ ઓવરબ્રીજની દિવાલનો એક હિસ્સો ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં બે યુવાનોના મોત થયા હતા…

ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા ભાલેજ બ્રીજની સાઈડમાં પડેલું ગાબડુ પુરી તાકીદે સમારકામ હાથ ધરવામાં આવે તેવી લાગણી જાવા મળી રહી…

આણંદ : શહેરમાં ભાલેજ રોડ પર ઓવરબ્રીજની સાઈડમાં પ્લેનેટ એપાર્ટમેન્ટની સામે વરસાદના કારણે ગાબડુ પડ્યું છે અને જેના કારણે જો વરસાદમાં ગાબડાનું વધુ ધોવાણ થાય તો બ્રીજ પર રહેલો સ્ટ્રીટ લાઈટનો પોલ ધરાશાઈ થાય અને જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ રહેલી છે. ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા આ બ્રીજની સાઈડમાં પડેલું ગાબડુ પુરી તાકીદે સમારકામ હાથ ધરવામાં આવે તેવી લાગણી જાવા મળી રહી છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ગત ૯ માર્ચે રાજકોટના આજીડેમ ચોકડીએ ઓવરબ્રીજની દિવાલનો એક હિસ્સો ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં બે યુવાનોના મોત થયા હતા. દરમ્યાન આજી ડેમ પુલની દિવાલનો એક હિસ્સો ધરાશાયી થયાની દુર્ઘટના બાદ હવે રાજકોટ-જિલ્લાના તમામ પુલ, ઓવરબ્રીજ, અંડરબ્રીજ, ચેકડેમો, રસ્તાઓની મજબુતીની ચકાસણી કરવા માર્ગ-મકાન, સિંચાઇ, હાઇવે ઓથોરીટી, પંચાયત વિભાગને આજથી આદેશ કરી દેવામાં આવ્યો હતો.

ત્યારે હવે આણંદ શહેરમાં ભાલેજ રેલ્વે ઓવરબ્રીજની ભાલેજ તરફથી જમણી સાઈડે વરસાદી પાણીમાં માટીનું ધોવાણ થવાના કારણે મોટુ ગાબડુ પડ્યું છે. અને જો આ ગાબડાને પુરી સમારકામ કરવામાં ન આવે તો આ ગાબડુ વધુ ધોવાણ થશે અને તેના કારણે બ્રીજની ઉપર આવેલું સ્ટ્રીટ લાઈટનું વીજ પોલ તુટી પડે અને તેના કારણે જીવતા વાયરો પણ ખેંચાઈને તુટે તો મોટી દુર્ઘટના સર્જાય અને કોઈને જીવ ગુમાવવો પડે તેવી ભીતિ રહેલી છે. પ્રથમ વરસાદમાં માટીનું ધોવાણ થવાના કારણે આ ગાબડુ પડ્યું હતું અને ત્યારબાદ વરસાદના કારણે આ ગાબડુ સતત મોટુ થઈ રહ્યું છે, તેથી આસપાસના રહીશો તેમજ શહેરીજનો, વાહનચાલકોને કોઈ હોનારત સર્જાશે કે શું ? નો પ્રશ્ન ઉદ્‌ભવી રહ્યો છે. ત્યારે આ અંગે માર્ગ મકાન વિભાગ દ્વારા તાકીદે પગલા ભરવામાં આવે અને ગાબડુ પુરી સમારકામ હાથ ધરવામાં આવે તેવી લાગણી પ્રસરી રહી છે.

Related posts

લોકડાઉનના સમયમાં આણંદ જિલ્લાના આંકલાવ બ્લોકમાં અસરકારક શિક્ષણની પહેલ…

Charotar Sandesh

‘ધંધા રોજગાર બચાવો’ના નારા સાથે આસોદર ચોકડી પાસે તમામ બજારો આજે સ્વયંભૂ બંધ રહ્યા…

Charotar Sandesh

આણંદ : ભાજપ જિલ્લા કારોબારીની મિટિંગમાં સંગઠન પ્રભારીએ કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને આડે હાથ લીધા

Charotar Sandesh