Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરમાં કોરોનાની વાપસીથી હડકંપ : યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું…

આજે આણંદના ટાવર બજાર નજીક કપાસીયા બજારમાં કોરોના પોઝીટવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું…

ગઈકાલે ચીખોદરાના છ વર્ષના બાળક બાદ માતા-પિતા પણ પોઝીટીવ આવતાં ચકચાર : બે બહેનોને ક્વોરન્ટાઈન કરીને ટેસ્ટ કરાવવાની દિશામાં તજવીજ…

આણંદ : આણંદ-સારસા રોડ ઉપર આવેલી પુજન સોસાયટીમાં ગઈકાલે ૬ વર્ષના બાળકનો કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેના માતા-પિતા પણ કોરોના પોઝીટીવ આવતાં ચીખોદરા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ગઈકાલે જ ગ્રામપંચાયત દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરીને સેનેટાઈઝર કરી દેવામાં આવ્યો હતો. દરમ્યાન આજે આણંદ ખાતે રહેતા એક યુવાનનો પણ વડોદરા ખાતે કોરોના પોઝીટીવ આવતાં આણંદનું આરોગ્ય તંત્ર દોડતુ થઈ જવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરના ટાવર બજાર પાસે આવેલા કપાસીયા બજારમાં રહેતા ભરતભાઈ અશોકભાઈ રાવળ નામનો યુવાન ૭મી તારીખના રોજ વડોદરા રીસર્ચ માટે ગયો હતો જ્યાં ગોત્રીની હોસ્પીટલમાં તેનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો જેને લઈને તુરંત જ આણંદની સિવિલ હોસ્પીટલમાં ક્વોરન્ટાઈન કરીને સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પોઝિટિવ આવેલા ભરતભાઈ રાવળને કોરોનાના કોઈ લક્ષણો ના દેખાયા હોવા છતાં પણ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ જવા પામી છે. આ લખાઈ રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ, ફાયરબ્રીગેડ, પોલીસ સહિતની ટીમો કપાસીયા બજાર પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને સીલ કરીને સેનેટાઈઝ કરવાની દિશામાં તજવીજ હાથ ઘરી છે. સાથે સાથે ભરતના સીધા સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ ક્વોરન્ટાઈન કરીને તેમના પણ સેમ્પલો લેવાની પ્રક્રિયા હાથ ઘરાઈ છે. ૬ઠ્ઠી એપ્રિલના રોજ પાલિકાના કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ અત્યાર સુધી શહેરમાં એકપણ પોઝિટિવ કેસ આવ્યો નહોતો જેને લઈને આણંદમાં લોકડાઉનનો પણ ચુસ્તપણે અમલ કરાવાતો નહોતો પરંતુ ૨ મહિના બાદ ફરીથી આણંદમાં અને તે પણ ગીચ એવા ટાવર બજાર વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતાં હલચલ મચી જવા પામી છે.

બીજી તરફ ચીખોદરા- સારસા રોડ ઉપર આવેલી પુજન સોસાયટીમાં રહેતા એક ૬ વર્ષના બાફ્રકને મગજની તકલીફ હોય તેનું વડોદરાની સિવિલ હોસ્પીટલમાં ઓપરેશન કરાવવાની દિશામાં તજવીજ હાથ ઘરી હતી. જેને ૬ઠ્ઠી તારીખના રોજ બાફ્રકને લઈને માતા-પિતા ચીખોદરા ખાતે આવેલી પુજન સોસાયટી સ્થિત ઘરે આવ્યા હતા અને બીજા દિવસે ઓપરેશન માટે ગયા હતા. જ્યાં ઓપરેશન પહેલા કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી હોય ટેસ્ટ કરાવતા તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો જેને લઈને તેને ગોત્રીની હોસ્પીટલમાં આઈસોલેટ કરીને સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. બીજી તરફ બાળકને લઈને ફરેલા તેના માતા-પિતાનો પણ કોરોના ટેસ્ટ કરાવતા આજે બન્ને પોઝિટિવ આવ્યા છે. જેથી તેની બન્ને બહેનોને પણ ક્વોરન્ટાઈન કરી દઈને તેઓના પણ કોરોના ટેસ્ટ કરાવવાની દિશામાં તજવીજ હાથ ઘરી છે.

Related posts

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવમંદિરોમાં ગુંજશે હર હર મહાદેવ

Charotar Sandesh

આણંદ જીલ્લામાં કોરોનાનો કહેર વધ્યો : પીપળાવ ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૬૯ ઉમેદવારો મેદાનમાં : ખંભાત-બોરસદ બેઠક ઉપર જુઓ કયા કયા પક્ષ મેદાને અને ઉમેદવારો

Charotar Sandesh