Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેર સહિત ખંભાત-ઉમરેઠ-પેટલાદમાં આજે વધુ ૧૧ લોકો કોરોનાની ઝપેટમાં…

આણંદ શહેરમાં પરીખભુવન-વિદ્યાનગર-બાકરોલ સહિત ૩, ખંભાતમાં ૪, ઉમરેઠમાં ર, પેટલાદ-સંદેશરમાં ૧-૧ કેસો નોંધાયા…

આણંદ શહેરના ભરચક વિસ્તાર ગણાતા પરીખ ભુવનમાં પ્રથમ કેસ નોંધાતા ફફડાટ વ્યાપી…

આરોગ્ય વિભાગના ડોકટર આશિષ પટેલનો પોઝિટિવ રિપોર્ટ, વિભાગના કર્મચારીઓના સેમ્પલ લેવાયા…

આણંદ : શહેર સહિત જિલ્લામાં કોરોનાનો કહેર નવા નવા વિસ્તારમાં પ્રસરતો જતો હોવાની ચિંતાજનક સ્થિતિ તાદૃશ્ય થઇ રહી છે. જેમાં આજે આણંદના ભરચક વિસ્તાર ગણાતા પરીખ ભુવનના અંબાલાલ પાર્ક સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે નોંધાયેલ કેસોમાં (૧) બાબુભાઈ કૈલાસભાઈ કસોધાણ ઉ.વ. ૬૫ રહે. અંબાલાલ પાર્ક સોસાયટી, પરીખ ભુવન – આણંદ, (૨) ચંદ્રકાન્ત પોપટલાલ ભાવસાર ઉ.વ. ૬૮ રહે. નાની દલાલપોળ ઉમરેઠ, (૩) નરેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલ ઉ.વ. ૬૪ રહે. શ્રીરામ સોસાયટી મોતીકાકાની ચાલી પાસે આણંદ, (૪) ડૉ. આશીષભાઈ વાડીલાલ પટેલ ઉ.વ. ૩૫ રહે. બાકરોલ આણંદ, (૫) કમલાબેન પિતામ્બરદાસ સોલંકી ઉ.વ. ૭૦ રહે. દેવનીપોળ ખંભાત, (૬) ઈલાબેન સુજીતકુમાર રાણા ઉ.વ. ૪૮ રહે. ધોબીચકલા ખંભાત, (૭) ધર્મેશ કનુભાઈ પટેલ ઉ.વ. ૪૦ રહે. ભાથીજી ફળિયું સંદેશર (૮) અશોકભાઈ રતનભાઈ પટેલ ઉ.વ. ૬૧ રહે.ભગવતી સોસાયટી મહીકેનાલ પાસે પેટલાદ, (૯) ચેતનાબેન પરેશભાઈ પટેલ ઉ.વ. ૫૩ રહે. દરજીવાળી ખડકી ભાલેજ તા. ઉમરેઠ, (૧૦) ધર્મેશભાઈ કનુભાઈ પટેલ ઉ.વ. ૪૦ રહે. ભાથીજી ફળિયું સંદેશર, (૧૧) અરુણભાઈ કાંતિભાઈ પટેલ ઉ.વ. ૫૧ રહે. પટેલ ખડકી જંલુધ તા. ખંભાત, ચંપકલાલ હીરાલાલ રાવ રહે. ખેડાવાળાની પોળ ખંભાત નાઓનો રિપોર્ટ પોઝીટીવ નોંધાયેલ છે.

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૦૯૦૬ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરાયા છે. જેમાંથી ૧૦૪૩૫ના નેગેટીવ રિપોર્ટ આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ ૪૭૧ પોઝિટિવ પૈકીના ૩૬૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે કોરોના અને બિનકોવિડ કારણોસર ૩૪ લોકોના મોત નીપજયા છે. હાલમાં સારવાર હેઠળના કુલ ૬૮ પોઝિટિવ દર્દીઓમાંથી ૧પની હાલત સ્થિર, ૩૯ ઓકિસજન ઉપર, ૭ બીપેપે સારવાર હેઠળ અને ૭ દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

Related posts

તાલુકા મથક ઉમરેઠમાં ગેરકાયદેસર માટી ખનન બિલ્ડરો દ્વારા હજારો મેટ્રીક ટન માટીની હેરાફેરી : તંત્રની મીઠી નજર…

Charotar Sandesh

આણંદ જિલ્લા ફુડ અને ડ્રગ વિભાગની જિલ્લાના આ વિવિધ સ્થળોએ સઘન કામગીરી : સાવચેત રહો

Charotar Sandesh

નશાબંધી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત ઉમરેઠમાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh