Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેર સહિત જિલ્લામાં આજે રવિવારે વધુ ૭ કેસો : કુલ આંકડો ૩૭૪ એ પહોંચ્યો…

આણંદ : ગુુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં અનલોક ૨.૦ જાહેર કરાયેલ છે, જેમાં કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવેલ છે અને જિલ્લા પોલિસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહેલ છે. તેમજ શહેરમાં બપોર ૪ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવેલ છે જે સંક્રમણને અટકાવવા મદદરૂપ થશે તેવી આશા સેવાઈ રહી છે.

ત્યારે આણંદ શહેર સહિત વધુ ૭ વ્યક્તિઓને ઝપેટમાં લીધા છે. જોકે હજીયે સંક્રમિત અને બીમારી ધરાવતા કેટલાક લોકો કદાચ ડરના માર્યા કોરોના સેમ્પલ આપવા બહાર આવતા નથી. આથી વાસ્તવિક આંકડો કદાચ વધારે હોઇ શકેની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

સરકારી ચોપડે આજે વધુ સાત પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં (૧) ઉમરેઠમાં ભાલેજ મોટી વસાઈ ખાતે રહેતા વર્ષાબેન કેતનભાઈ પટેલ ઉ.વ. ૪૭, (૨) સોજીત્રામાં ચાર કુવા ભાગોળમાં રહેતા ૫૬ વર્ષીય પ્રફુલાબેન કાડીયા, (૩) આણંદમાં ૩, સંસ્કાર પાર્ક, તુલસી સિનેમા પાછળ ચંપાબેન રેવાભાઈ સોંલંકી, ઉ.વ. ૬૬, (૪) આણંદમાં ખ્વાઝા નગર સોસા.માં રહેતા ઈસ્માઈલભાઈ ફકીરભાઈ વ્હોરા, ઉ.વ. ૭૫, (૫) વલાસણમાં અક્ષર પોળમાં રહેતા હિમાંશુકુમાર પ્રવીણભાઈ પટેલ ઉ.વ. ૪૦, (૬) ચિખોદરામાં પરા પાસે રહેતા ૬૮ વર્ષીય રવિન્દ્ર નરસિંહભાઈ પટેલ તેમજ (૭) લાંભવેલમાં કુવા ફળીયામાં રહેતા રિમ્પલબેન મીનેશભાઈ રાઠોડ, ઉ.વ. ૨૭ નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

જે બાદ આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા પોઝીટીવ દર્દીઓના પરિવારજનો તેઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ અને આસપાસમાં રહેનારી વ્યક્તિઓના આરોગ્યનું પરીક્ષણ કર્યું હતું. જ્યારે નગરપાલિકાની જુદી જુદી ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.

આ સાથે જિલ્લામાં કુલ આંકડો ૩૭૪ એ પહોંચ્યો છે, જેમાંથી સારવાર બાદ સ્વસ્થ બનેલ ર૮૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે કોરોનાથી ૧૩ અને બિનકોવિડ કારણોસર ર૦ મળીને કુલ ૩૩ લોકોના મોત નીપજયા છે.

Related posts

આખરે આણંદ શહેરને મળશે સિવિલ હોસ્પિટલ : સાર્વજનિક વ્યાયામ મંદિરવાળી જગ્યા ફાળવવામાં આવી…

Charotar Sandesh

ચરોતર ઈગ્લીશ મિડિયા સ્કૂલ, આણંદ દ્વારા વિધાર્થીનીઓમાં સ્પર્શ જાગૃતતા અંગે સેમિનાર

Charotar Sandesh

આણંદના પ્રખ્યાત ઠક્કર ખમણવાળાની પત્નીનું મોત : હત્યા થયાની આશંકાએ પોસ્ટમોટમ કરાયું, સમગ્ર મામલો પોલીસમાં

Charotar Sandesh