Charotar Sandesh
ઈન્ડિયા

આત્મનિર્ભર ભારતનો અર્થ એ નથી કે આયાત બંધ કરી દઈશું : સીતારમણ

ફિક્કીના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાણાંમંત્રીનું મોટુ નિવેદન…

આત્મનિર્ભર બનવા માટે આપણે સંરક્ષણવાદી ન બની શકીએ,આયાત પર અંકુશ નહીં આવે…

ન્યુ દિલ્હી : દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા પાયે આત્મનિર્ભર અભિયાનની શરૂઆત કરી છે. સરકારે લોકડાઉનના કારણે મંદ પડેલ અર્થતંત્રને વેગ આપવા માટે સ્પેશીયલ પેકેજની પણ જાહેરાત કરી છે ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાનના કારણે આયાત મુદ્દે ઘણી આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે ફિક્કીના પ્રતિનિધિઓ સાથેની એક બેઠકમાં નાણામંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ફિક્કીના અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું કે ’આત્મનિર્ભર ભારતનો અર્થ એ નથી કે અમે આયાત પર અંકુશ લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનનો અર્થ છે આપણી તાકાત પાછી મેળવવી અને નવી તાકાતનું નિર્માણ પણ કરવું. ’
દેશ આત્મનિર્ભર બનવા જઈ રહ્યો છે ત્યારે વેપારીઓના મનમાં આયાતને લઇને ઘણી આશંકાઓ છે. ત્યારે આ આશંકાઓને દૂર કરવા માટે નાણામંત્રીનું આ નિવેદન મહત્વનું કહી શકાય. તેમણે વધુમાં કહ્યું કે ’આપણે આત્મનિર્ભર બનવું હોય પણ એનો અર્થ એ નથી કે આપણે સંરક્ષણવાદી બની જઈએ. આપણે પોતાની જ તાકાતથી વૈશ્વિક શ્રુંખલાઓનો ભાગ બનવાનું છે.
નિર્મલા સીતારમણે આશ્વાસન આપતાં કહ્યું કે સરકાર કોઈ પણ જ્વલંત મુદ્દાની તપાસ કરવા માટે તૈયાર છે. આ સિવાય ઉદ્યોગપતિઓને વિશ્વાસ અપાવતા તેમણે કહ્યું કે સરકારે કરેલાં નિર્ણય પર તમે કોઈ પણ પ્રતિક્રિયા આપી શકો છે. બેઠકમાં સામેલ એક પ્રતિનિધિએ કહ્યું કે હવે બીજા બજેટને આવવામાં મહિનાઓની વાર છે તેથી સરકાર બધા જ મુદ્દાઓ પર નિર્ણયો લેવા તૈયાર છે.

Related posts

વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા ભારત પાસે અનુભવી ખેલાડીઓ છેઃ અમરનાથ

Charotar Sandesh

ભારતને અંતરિક્ષમાં જાખમ હતું, તેથી એન્ટ સેટેલાઇટ પરિક્ષણ કર્યુંઃ પેન્ટાગોન આભાર

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે મુઠભેડ, 2 આતંકી ઠાર

Charotar Sandesh