Charotar Sandesh
ગુજરાત

આનંદો… છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક પણ પોઝિટિવ કેસ નહીં…

ગુજરાતના લોકો રાહતનો શ્વાસ લઈ શકે તેવા સમાચાર લોકડાઉનમાં પહેલીવાર મળ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર એક પણ કોરોના (Coronavirus) નો નવો પોઝિટિવ કેસ મળ્યો નથી.  આરોગ્ય સચિવ જયંતી રવિએ પ્રેસ સંબોધનમાં આ માહિતી આપી છે. ત્યારે છેલ્લા આંકડા મુજબ, ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 44 છે અને કુલ 3 મોત છે. 
રાજ્યમાં 7 દિવસમાં કુલ 44 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતનું કોરોનાથી પ્રથમ મોત સુરતમાં થયું હતું જ્યારે બુધવારે વધુ એક અમદાવાદના એક કોરોનાના દર્દીનું મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં 8 કેસ સામે આવ્યા છે તેમાંથી ત્રણ લોકલ ટ્રાન્સમિશનના અને બે વિદેશથી આવેલા છે. જ્યારે 15 હજાર 468 વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો છે, જેમાંથી 50માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. તેમજ હાલ 20,688 નાગરિકો 14 દિવસના કોરેન્ટાઈન હેઠળ છે. ગુજરાત સરકારે 21 દિવસ સુધી 3.15 કરોડ ગરીબોને મફત ભોજન આપવાનું જણાવ્યુ છે.

Related posts

ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા ધાનાણીએ મુખ્યમંત્રી પાસે માંગ કરી…

Charotar Sandesh

ભાજપા મંત્રીએ બીભત્સ માંગણી કરી હોવાની યુવતીની ફરિયાદથી હાહાકાર

Charotar Sandesh

કોરોનાનું સંક્રમણ વધતા ઓક્સીમીટરની માંગમાં ૫૦ ટકાનો વધારો…

Charotar Sandesh