Charotar Sandesh
બોલિવૂડ

આપણે બધાએ એકબીજાને મદદ કરવાની જરૂર છેઃ કેટરિના

મુંબઇ : કેટરિના કૈફ કહે છે કે, તે વર્તમાનમાં જ જીવવાનું પસંદ કરે છે. તે સ્વીકારે પણ છે કે, તે હાલના સમયે સેટ્‌સને મિસ કરે છે. તે કહે છે કે, ‘એવા દિવસો છે કે જ્યારે હું શૂટિંગ કરવાનું મિસ કરું છું અને હા, ક્યારેક હવે પછી શું થશે એની પણ મને ચિંતા થાય છે. જોકે, દુનિયા અત્યારે જેનો સામનો કરી રહી છે એ ક્રાઇસિસ અને આ મહામારીને હરાવવાની જરૂરિયાતને હું સમજું છું.’
આ એક્ટ્રેસ માને છે કે, કોવિડ-૧૯ લોકડાઉનના કારણે વ્યાકુળતા દૂર કરવાની બધાની પોતપોતાની રીત હોય છે. તે કહે છે કે, ‘હું આને એક ચેન્જ તરીકે જોઉં છું. હું ઘરના કામકાજમાં બિઝી છું, મારું વર્કઆઉટ કરું છું અને કંઇક ઓનલાઇન જોઉં છું. મને વાચવાનું ખૂબ ગમે છે. એટલે હું એ પણ કરું છું. મારી કોસ્મેટિક રેન્જ માટેની કામગીરી પણ ચાલી રહી છે. એટલે હું મારી ટીમની સાથે પણ ટાઇમ સ્પેન્ડ કરું છું. સ્ક્રિપ્ટ્‌સ વાચવા સિવાય હું અનેક બાબતો કરીને બિઝી રહું છું.’
રિસન્ટલી કેટરિનાએ પીએમ-કેર્સ ફંડમાં ડોનેશન આપ્યું હતું. આ એક્ટ્રેસે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના એક ગામના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા માટે તેની કોસ્મેટિક બ્રાન્ડ દ્વારા એક એનજીઓની સાથે જોડાણ પણ કર્યું હતું. તે કહે છે કે, ’આ મુશ્કેલ સમયમાં આપણે બધાએ સાથે રહેવાની અને એકબીજાને મદદ કરવાની જરૂર છે.

Related posts

લૉકડાઉન બાદ વિદેશમાં શૂટ થનારી અક્ષય કુમારની ‘બેલબોટમ’ પહેલી ફિલ્મ…

Charotar Sandesh

અક્ષય કુમારની ફીમાં થયો વધારો, ૧૦ કરોડનો વધારો કર્યો…

Charotar Sandesh

હસીન જહાંએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરતા ફેન્સે ઉઠાવ્યા સવાલ…

Charotar Sandesh