Charotar Sandesh
ઈન્ડિયા

આવતા સપ્તાહથી રેલ્વેની વધુ સ્પેશ્યલ ટ્રેન : રેલ્વે ખાનગી ધોરણે વધુ 151 ટ્રેનો દોડાવવા તૈયાર…

નવી દિલ્હી : આવતા સપ્તાહે ભારતીય રેલ્વે નવા રૂટ સાથે વધુ સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યુ છે તો યાત્રી ટ્રેન ચલાવવા માટે ખાનગી કંપનીઓને રેલ્વેએ આમંત્રણ આપ્યુ છે.

આ અંગેની વિગત એવી છે કે આવતા અઠવાડીયે ભારતીય રેલ્વે નવા રૂટ સાથે વધુ સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યુ છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ નવી ટ્રેનોની સંખ્યા 80 થી 90 હશે પરંતુ આખરી નિર્ણય આવનારા થોડા દિવસોમાં લેવામા આવશે.

હાલમાં રાષ્ટ્રીય કક્ષાએ 230 સ્પેશ્યલ ટ્રેનો સહિત 30 રાજધાની ટાઈપની ટ્રેનો 15 શહેરો સાથે સંકળાયેલ છે. સુત્રોના જણાવ્યા મુજબ હાલની ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધુ રહેતી હોય તેવા રૂટ સહિત કેટલાક નવા રૂટોનો આમા સમાવેશ કરાયો છે.

વધુમા જાણવા મળતી વિગત મુજબ ભારતીય રેલ્વેએ યાત્રી ટ્રેનોના સંચાલન માટે ખાનગી કંપનીઓને આમંત્રિત કરી છે. જેના દ્વારા 109 માર્ગો પર 151 ટ્રેનોનુ સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા કરાશે. આ યોજનામા ખાનગી ક્ષેત્ર ત્રણ હજાર કરોડ રૂપિયાનુ રોકાણ કરશે.

રેલ મંત્રાલયે જણાવ્યુ હતુ કે ખાનગી કંપનીઓને યાત્રી ટ્રેનોનુ સંચાલન સોંપવાનો હેતુ રેલ્વેમાં આધુનિક ટેકનીક લાવવાનો અને મેન્ટેનનો ખર્ચ ઘટાડવાનો છે. આમાની મોટાભાગની ટ્રેનો મેક ઈન ઈન્ડીયા મિશન અંતર્ગત દોડશે. આ પૂરા પ્રોજેકટની જવાબદારી ખાનગી કંપનીની રહેશે.

Related posts

ગેંગસ્ટર અતીક હત્યાકાંડ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો : યોગી રાજમાં થયેલા ૧૮૩ એન્કાઉંટરની તપાસ કરવાની માગ

Charotar Sandesh

બંગાળમાં ભાજપ ૨૦૦થી વધુ સીટો સાથે બનાવશે સરકાર : અમિત શાહ

Charotar Sandesh

કોરોના વોરિયર્સને સમયસર પગાર ન મળતા સુપ્રિમ કોર્ટ લાલઘૂમ : કેન્દ્રને ફટકાર લગાવી…

Charotar Sandesh