Charotar Sandesh
સ્પોર્ટ્સ

આ ટીમની સમસ્યાઓ સહાયક સ્ટાફ, મેનેજમેન્ટ અને નેતૃત્વની છે…

કોહલીને લઇને ગૌતમ ગંભીરે કર્યા આકરા પ્રહાર, કહ્યું…

દુબઈ : વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ ફરીથી આઈપીએલ જીતવાનું સપનું જોયું. એલિમિનેટર મેચમાં આરસીબીની ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદથી સરળતાથી હરાવી દીધી હતી. વિરાટની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં માત્ર ૧૩૧ રન બનાવી શકી હતી. જેના જવાબમાં સનરાઇઝર્સે આ મેચ ૬ વિકેટે જીતી લીધી. આરસીબીની હાર બાદ ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરએ વિરાટની કેપ્ટનશીપ અને તેની ટીમ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ ટીમ પ્લે ઓફમાં પહોંચી શકવાને લાયક જ ન હતી. ના પરાજય બાદ ગંભીરે કહ્યું કે,
તમે જે કંઈ પણ તેમનો બચાવ કરો છો, મને લાગે છે કે આ ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સમર્થ નહોતી. આ ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં નિષ્ફળ ગઈ હતી. હા, બોલરોએ થોડું સારું કર્યું. જો નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજ જેવા બોલરો છેલ્લી બે ઓવરો કરે અને તમારે ૧૮-૧૯ રન બચાવવા પડે અને તે પણ મોટા આંતરરાષ્ટ્રીય બેટ્‌સમેનોની સામે હોય તો તે મુશ્કેલ છે. વિરાટ કોહલીનું નામ લીધા વિના ગંભીરે કહ્યું કે આ ટીમની સમસ્યાઓ સહાયક સ્ટાફ, મેનેજમેન્ટ અને નેતૃત્વની છે.
તેમણે કહ્યું, ‘જ્યાં સુધી હાર માટે નેતૃત્વને જવાબદાર નહીં ઠેરવવામાં આવે, ત્યાં સુધી તે ચાલુ જ રહેશે. હું સપોર્ટ સ્ટાફ, કોચ, બેટિંગ કોચ, દરેક માટે ખૂબ જ દુઃખી છું. કોચ દર વર્ષે બદલાય છે. પરંતુ સમસ્યા બીજે ક્યાંક છે. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું કે પ્લે ઓફમાં પહોંચવું મોટી વાત નથી. તેમણે કહ્યું, ‘આરસીબીમાં સમસ્યા એ છે કે આ ટીમ પાંચ મેચ જીતે છે અને પછી પાંચ મેચ હારે છે. પ્લે ઓફમાં પહોંચવું એ મોટી વાત નથી. અહીં ૮ માંથી ૪ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય છે. ૫૦ ટકા ટીમોને પ્લે ઓફમાં સ્થાન મળે છે.

Related posts

ક્રિકેટર રોહિત શર્મા ‘ખેલ રત્ન એવોર્ડ’ માટે કરાયો નોમિનેટ…

Charotar Sandesh

રિટાયરમેન્ટની અફવાઓ વચ્ચે ધોની બોલ્યા : મને પોતાને નથી ખબર હું ક્યારે નિવૃત્તિ લઈશ

Charotar Sandesh

મેસીએ ૭૬૭ મેચ રમવાના ઝેવિયર હર્નાન્ડેઝના રેકોર્ડને તોડયો…

Charotar Sandesh