Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ ટીમનો ધબડકો : ૧૧૨ રનમાં ઓલઆઉટ, અક્ષર પટેલે ૬ વિકેટ ઝડપી…

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સ્પિનરોનો દબદબોઃ અશ્વિને ત્રણ વિકેટ ઝડપી…

અમદાવાદ : ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમનો નિર્ણય ખોટો સાબિત થઇ રહ્યો છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પોતાની ૧૦૦મી ટેસ્ટ રમી રહેલા ઈશાંત શર્માએ ઈંગ્લેન્ડને પહેલો ઝટકો આપતા ડોમિનિક સિબ્લીને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્રીજી ઓવરની પહેલી બોલ પર આ વિકેટ પડી હતી. સીબ્લી આઉટ થયા બાદ બેટિંગમાં આવેલો બેયરસ્ટો પણ વિકેટ પર ટકી શક્યો ન હતો અને તે અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. અશ્વિન અને અક્ષર પટેલની ફિરકીમાં ઇંગેન્ડના મોટાભાગના ખેલાડીઓ મુંઝવણમાં મૂકાયા બાદ એક બાદ એક આઉટ થઇ પવેલિયન ભેગા થઇ રહ્યા હતા.
મેચ દરમિયાન માત્ર ૮૧ રનના સ્કોર પર ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિય ભેગી થઇ ગઇ હતી. ગુજરાતી બોલર અક્ષર પટેલની બોલિંગનો અંગ્રજ ખેલાડીઓ સામનો કરી શક્યા ન હતા. અક્ષર પટેલે મેચમાં ૬ વિકેટ લીધી હતી ત્યાં જ રવિચંદ્રન અશ્વિને ૩ વિકેટ અને ઇશાંત શર્માએ એક વિકેટ પોતાના નામે કરી છે. ડે-નાઇટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડની આખી ટીમમાત્ર ૧૧૨ રનમાં સમેટાઇ ગઇ હતી. આમ ટીમ ઇન્ડિયાના સ્પિનરોએ ઇંગ્લેન્ડની આખી ટીમને માત્ર પોણા ચાર કલાકમાં જ પેવેલિયન ભેગી કરી દીધી હતી. અક્ષર પટેલે પોતાની સ્પિન બોલિંગથી શાનદાર પ્રદર્શન કરતા સતત બીજી ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડનો એક માત્ર ખેલાડી જેક ક્રોલી જ ૫૦ રનથી વધુ બનાવી શક્યો હતો. જેક ક્રોલીએ ૮૪ બોલમાં ૫૩ રન બનાવ્યા હતા ત્યાં જ ૭ ખેલાડીઓ તો બેકી સંખ્યામાં પણ રન બનાવી શક્યા ન હતા.
૪ ટેસ્ટ મેચની સિરીઝમાં અત્યાર સુધી બંને ટીમો એક-એકથી બરાબર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મોટેરા ગ્રાઉન્ડ પર ૨ ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં એક મેચમાં ભારતને જીત અને એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ભારતીય ટીમ જીતવામાં સફળ રહી હતી, જ્યારે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડની ટીમે જીતી હતી. આ ટેસ્ટ સિરીઝ બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી જ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગઈ છે.

Related posts

આઇપીએલમાં વીવો કંપની પોતાના રાઇટ્‌સને ટ્રાન્સફર કરે તેવી શક્યતા…

Charotar Sandesh

ટોક્યો ઓલિમ્પિક દરમિયાન ખેલાડી ઊંચા અવાજે વાત કરી શકશે નહીં…

Charotar Sandesh

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દસ વર્ષ પૂરા કરવા બદલ ચેતેશ્વર પૂજારાએ સમર્થકોનો માન્યો આભાર…

Charotar Sandesh