Charotar Sandesh
બોલિવૂડ

ઈંસ્ટાગ્રામ પર દીપિકા પાદુકોણને પાછળ છોડી ૨ નંબર પર પહોંચી શ્રદ્ધા કપૂર…

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ ગઈ છે. આ સાથે શ્રદ્ધાની લોકપ્રિયતા પણ દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર ૫૦ કરોડથી વધુ ફોલોઅર્સ છે. આ આંકડો વધીને ૫૨.૩ મિલિયન થઈ ગયો છે અને આ સાથે શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સના મામલામાં બાજીરાવની મસ્તાની દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી દીધી છે.
દીપિકા પાદુકોણના ઇન્સ્ટાગ્રામ પર ૫૧.૨ મિલિયન ફોલોઅર્સ છે જે શ્રદ્ધાના ફોલોઅર્સ કરતા એક મિલિયન ઓછા છે. બીજી બાજુ જો તમે નંબર ૧ ની વાત કરો તો આ સ્થાન હજુ પણ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની પાસે છે. પ્રિયંકાને ઇન્સ્ટાગ્રામ પર ૫૫.૭ મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે. જો કે શ્રદ્ધાની વધતી લોકપ્રિયતાને જોતા એમ કહેવું ખોટું નહીં થાય કે જો તેની ફેન ફોલોવિંગ આ પ્રકારે આ રીતે વધતી રહેશે તો તે જલ્દી જ નંબર ૧નું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. શ્રદ્ધા હંમેશાં તેના ઇન્સ્ટાગ્રામથી કંઈક નવું અને અલગ પોસ્ટ કરે છે. જેના પર ચાહકો પણ તેને પસંદ કરે છે. કેટલીકવાર શ્રદ્ધા તેના બાળપણની સુંદર તસવીરો શેર કરે છે. તો ક્યારેક પાપાના વીડિયો શેર કરીને ચાહકો મનોરંજન કરે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વખત અભિનેત્રી બાગી ૩ ફિલ્મમાં જોવા મળી હતી. આ સાથે ગયા વર્ષે શ્રદ્ધાએ ફિલ્મ સાહો દ્વારા દક્ષિણમાં પ્રવેશ કર્યો હતો. શ્રદ્ધા સાહોમાં એક્શન કરતી જોવા મળી હતી. ૩૫૦ કરોડના જંગી બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

Related posts

હાથરસ કેસમાં મલ્લિકાના નિવેદન પર યૂઝર્સે દુષ્કર્મ માટે ગણાવી જવાબદાર

Charotar Sandesh

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ હવે OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ…

Charotar Sandesh

મને વારસામાં કઈ નથી મળ્યું, પટૌડી પેલેસ પણ ખુદની કમાણીથી છોડાવ્યો : સૈફ અલી ખાન

Charotar Sandesh