Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઈંસ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ બનાવનાર પહેલો ભારતીય બન્યો કોહલી…

ન્યુ દિલ્હી : અત્યારે આધુનિક અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. એમાં ખાસ કરીને સોશિયલ મીડિયા અવ્વલ છે. મોટાભાગના લોકો હાલ સોશિલ મીડિયા સાથે જોડાયેલા છે. સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સહિત તમામ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. હાલ સોશિયલ મીડિયા દરેક લોકો માટે એક આવશ્યક અને જરૂરી બની ગયું છે.
ટીમ ઇન્ડિયા અને આઇપીએની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ હવે એક નવી સિદ્ધી મેળવી છે. અને આ સિદ્ધી તેમને ઇન્સ્ટાગ્રામના કારણે મળી છે. દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેનમાંથી એક તેવા કોહલીના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોલોઅર્સ છે. પણ હાલ તે ઇન્સ્ટાગ્રામ પર સૈથી વધુ ફોલોઅર્સ વાળા પહેલા ભારતીય ક્રિકેટર બની ગયો છે.
તમને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પર કોહલીના ૭૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. અને તે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરનાર ૧૦ ભારતીય સેલેબ્રિટીમાં એકમાત્ર ખેલાડી છે. આ લિસ્ટમાં બીજા નંબરે પ્રિયંકા ચોપરા છે. જેમના ૫૫.૪ મિલિયન ફોલોઅર્સ છે. અને તે પછી શ્રદ્ધા કપૂર ત્રીજા નંબર છે. એક રિપોર્ટ મુજબ વિરાટ કોહલીએ લૉકડાઉનમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સૌથી વધુ કમાણી કરનાર ટોપ ખેલાડીમાં એક માત્ર ક્રિકેટર હતા. વિરાટ કોહલી ક્રિકેટમાં તો પોતાના રેકોર્ડ બનાવી કેટલાક રેકોર્ડમાં પોતાનું નામ આગળ કરી દીધું જ છે ત્યારે હવે તે સોશિયલ મીડિયામાં પણ સેલિબ્રિટીઓને પાછળ છોડી અવ્વલ નંબરે પહોંચી રહ્યો છે.

Related posts

આઈપીએલ પછી ચાઈનીઝ વિવો પ્રો-કબડ્ડી લીગ, બિગબોસની સ્પોન્સરશિપમાંથી પણ આઉટ…

Charotar Sandesh

સ્મિથનાં કરિયરની સૌથી ધીમી સદી, ૪૨મી સદી પૂરી કરવા ૨૯૦ બોલ લીધા…

Charotar Sandesh

કોલકાત્તા નાઇટ રાઇડર્સે પેટ કમિન્સને ૧૫.૫ કરોડમાં ખરીદ્યો…

Charotar Sandesh