Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન ફોલોઅર્સ મેળવનારો એશિયાના પહેલાં વ્યક્તિ બન્યો કોહલી…

ન્યુ દિલ્હી : ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે વર્ષ ૨૦૨૧ ખુબ ખાસ છે. ૧૧ જાન્યુઆરીએ વિરાટ અને અનુષ્કા શર્મા પેરેંટ્‌સ બન્યા છે. આ ખુબસુરત જોડીના જીવનમાં આવી છે એક નન્હી પરી. તેમની પુત્રીના જન્મ પછી વિરાટ કોહલીની ફેન ફોલોઈંગમાં ધરખમ વધારો થયો. વિરાટ કોહલીએ પોતાના ક્રિકેટ કરિયરમાં કેટલાંય રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અને અસંખ્ય સફળતાના શિખરો સર કર્યા છે.
જ્યારે પણ ક્રિકેટની વાત થાય છે, તો કોહલીનું નામ પણ જરૂરથી ચર્ચામાં આવે છે. ખુબ જ ટૂંકાગાળામાં વિરાટ કોહલીએ આ મુકામ હાંસલ કરી લીધું છે. અને હાલના દિવસોમાં વિરાટની પ્રસિદ્ધિમાં વધારો થયો છે. વિરાટ કોહલીના ઈંસ્ટાગ્રામ પર ૯૦ મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ બની ગયા છે. આ સિદ્ધિ મેળવનારા વિરાટ એક માત્ર ભારતીય છે. એટલું જ નહીં સમગ્ર એશિયામાં પણ આ સિદ્ધિ હજુ સુધી બીજું કોઈ હાંસલ નથી કરી શક્યું.
૯૦ મિલિયનથી વધારે ફોલોઅર્સ ધરાવતા લોકોમાં વિરાટ કોહલી દુનિયામાં ચોથા ક્રમે પહોંચી ગયા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતે પેરેંટ્‌સ બન્યા હોવાની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી. આ સાથે જ તેમણે એવી પણ અપીલ કરીકે, તેમની પુત્રીનો કોઈ ફોટો ન લેવામાં આવે. આ દંપતીએ પોતાની પુત્રીની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આવી અપીલ કરી છે. તેમણે કહ્યુંકે, તેઓ ઈચ્છે છેકે, તેમની પુત્રી લોકોની નજરથી દુર રહે.

Related posts

આઈપીએલ ૨૦૨૦માં વોડાફોન-આઈડિયા કરશે સ્પોન્સરશિપ…

Charotar Sandesh

હરભજન સિંહને ચેન્નઇના એક વેપારીએ લગાવ્યો ૪ કરોડનો ચુનો…

Charotar Sandesh

અંજુમ ખેલ રત્ન, જસપાલ રાણા દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેટ…

Charotar Sandesh