Charotar Sandesh
ઈન્ડિયા

ઉમેદવારોનો કલંકિત ઈતિહાસ વેબસાઈટો પર મુકવામાં આવેઃ સુપ્રિમ કોર્ટ

સુપ્રીમનો મહત્વપૂર્ણ ચુકાદોઃ રાજકીય પક્ષે દર્શાવવું પડશે કે ઉમેદવારને ટિકિટ શું કામ આપી…?

તમામ રાજનીતિક પાર્ટીઓને ઉમેદવારો જાહેર કર્યાના ૭૨ કલાકની અંદર ચૂંટણી પંચને તેની જાણકારી આપવી પડશે આ સાથે જ જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની જાણકારીને સ્થાનિક ન્યૂઝ પેપરમાં છપાવવાની રહેશે…

ન્યુ દિલ્હી : રાજકારણમાં ગુનાહિત છબી ધરાવતા લોકોના વધતા દબદબા પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે તમામ રાજનીતિક પાર્ટીઓને આદેશ આપ્યો છે કે, તેઓ પોતાની વેબસાઈટ પર તમામ ઉમેદવારોની યાદી શેર કરે. જેમાં ઉમેદવારો પર દાખલ થયેલા ગુનાહિત કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગી પાછળનું કારણ પણ દર્શાવવાનું રહેશે. એટલે કે, રાજનીતિક પાર્ટીઓએ હવે એ પણ જણાવવું પડશે કે, આખરે તેમણે કેમ કોઈ ગુનેગારને ટિકિટ આપી છે?
ગુરૂવારે એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ પ્રમાણે, તમામ રાજનીતિક પાર્ટીઓને ઉમેદવારો જાહેર કર્યાના ૭૨ કલાકની અંદર ચૂંટણી પંચને પણ તેની જાણકારી આપવી પડશે. આ સાથે જ જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની જાણકારીને સ્થાનિક ન્યૂઝ પેપરમાં છપાવવાની રહેશે.
આ અરજીના દાખલ કરનારા વકીલ અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું કે, જો કોઈ પણ ઉમેદવાર કે રાજનીતિક પાર્ટી આ આદેશોનું પાલન નહી કરે, તો તેને કોર્ટની અવમાનના માનવામાં આવશે. આથી તમામ ઉમેદવારોની વર્તમાન પત્રોમાં જાણકારી આપવી પડશે.
વકીલના જણાવ્યા પ્રમાણે, જો કોઈ નેતા કે ઉમેદવાર વિરૂદ્ધ કોઈ કેસ નથી અને એફઆઇઆર પણ દાખલ નથી થઈ, તો તેની પણ જાણકારી જે-તે ઉમેદવારે આપવી પડશે. જો કોઈ પણ નેતા સોશિયલ મીડિયા, ન્યૂઝ પેપર કે વેબસાઈટ પર આ તમામ જાણકારીઓ નથી આપતો, તો ચૂંટણી પંચ તેમના વિરૂદ્ધ એક્શન લઈ શકે છે અને સુપ્રીમ કોર્ટને પણ જાણકારી આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજનીતિમાં ગુનાહિત છબી ધરાવતા નેતાઓની ભાગીદારી વધી ગઈ છે. જેનો અંદાજો હાલમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીથી જ લગાવાઈ શકે છે.
ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે કામ કરનારી બિન સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ના એક રિપોર્ટ પ્રમાણે, દિલ્હીમાં ચૂંટાયેલા ૭૦માંથી ૩૭ ધારાસભ્યો પર ગંભીર ગુનાઓ નોંધાયા છે.
જન-પ્રતિનિધિત્ય અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૮ દોષી રાજનેતાઓને ચૂંટણી લડવાથી રોકે છે, પરંતુ એવા નેતા જેની પર માત્ર કેસ ચાલી રહ્યો છે, તે ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે. ભેલે તેની ઉપર લાગેલા આરોપ કેટલા પણ ગંભીર કેમ ન હોય.
જન-પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૮(૩)માં જોગવાઈ છે કે ઉપર્યુક્ત અપરાધો ઉપરાંત કોઈ પણ અન્ય અપરાધ માટે દોષી ઠરતાં કોઈ પણ ધારાસભ્યને જો બે વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવે વે તો તેને દોષી ઠેરવ્યાની તારીખથી અયોગ્ય માનવામાં આવશે. આવી વ્યક્તિ સજા પૂરી થવાની તારીખથી ૬ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે.

Related posts

એકાએક યુ-ટર્ન : કોરોના રસી લેવા બાબા રામદેવ તૈયાર : ડોક્ટરોને દેવદૂત ગણાવ્યા…

Charotar Sandesh

ખેડૂતોનું દેશવ્યાપી ચક્કાજામનું એલાન, દિલ્હી સરહદે લોખંડી બંદોબસ્ત ગોઠવાયો…

Charotar Sandesh

NEET-JEE પરીક્ષાને સુપ્રીમની લીલીઝંડી, છ રાજ્યોની પુનર્વિચાર અરજી ફગાવી

Charotar Sandesh