Charotar Sandesh
ઈન્ડિયા

ઉ.પ્રદેશમાં દુર્ષ્મીઓ બેફામ : બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ, પીડિતાનું મોત…

હાથરસ ગેંગરેપની શ્યાહી સુકાઇ નથી ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી દેશમાં આક્રોશ

દુષ્કર્મીઓએ પીડિતાની કમર અને પગ તોડી નાંખ્યા, પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
ભારે પોલીસ ફોર્સની વચ્ચે પીડિતાના કરાયા અંતિમ સંસ્કાર

બલરામપુર : હાથરસમાં સામૂહિક બળાત્કારના મામલે દેશમાં જુવાળ ફાટી નીકળ્યો છે આ દરમિયાન યુપીના બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. ૨૨ વર્ષીય દલિત વિદ્યાર્થિની સાથે સામુહિક બળાત્કાર બાદ તેની કમર અને બંને પગ ભાંગી નાખ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી દેવાઈ હતી, જ્યાં થોડા સમય પછી તેને દમ તોડી દીધો હતો. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવાયો છે.
મૃતક મહિલાની માતાએ આરોપ લગાવ્યો છે કે પુત્રીને ઇન્જેકશન આપીને તેની પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને બાદમાં કમર અને બંને પગ ભાંગી રીક્ષામાં બેસાડીને ઘરે મોકલી દીધી હતી, ત્યારબાદ તે કંઇ બોલી શકી નહોતી. તે ફક્ત એટલું જ કહેવામાં સક્ષમ હતી, ’ઘણી પીડા થાય છે, હવે હું બચીશ નહીં.’ જોકે બલરામપુરના એસપી દેવ રંજન વર્માએ કહ્યું છે કે હાથ, પગ અને કમર તોડી દેવાની વાત સાચી નથી, કેમકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આની પુષ્ટિ થઈ નથી.
આ દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પીડીતાના મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો જ્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે જ પીડિતાના દેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.
સુત્રોના જણાવ્યા અનુસાર ગેગરેપ બાદ મહિલાના આંતરિક અને બાહ્ય અંગોમાં ઘણી ઈજાઓ થઈ છે, જેના કારણે તેણીનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસ અધિક્ષક દેવ રંજન વર્માએ જણાવ્યું હતું કે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બનાવની તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીઓ શાહિદ અને સાહિલ છે. બંને ગેસડીના રહેવાસી છે. મિત્રતાના બહાને દલિત યુવતી પર રેપ કરવાનો આરોપ છે.
હેવાનિયતની આ ઘટના બલરામપુરના ગેસડી કોતવાલી વિસ્તારની છે. યુવતીના પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ૨૨ વર્ષની દલિત વિદ્યાર્થિની ૨૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે બીકોમમાં પ્રવેશ મેળવવા માટે ઘરેથી નીકળી હતી પરંતુ તે પરત આી નહોતી. સાંજે પાંચ વાગ્યે તેની શોધખોળ હાથ ઘરવામાં આવી હતી. આ દરમિયાન સાંજના સાત વાગ્યે પીડિતા ગંભીર હાલતમાં રિક્ષા ઘરે પહોંચી હતી. તેની હાલત જોઈને ઘરના લોકોએ પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે દર્દથી પીડાઈ રહી હતી.
ગામના બે ડૉક્ટરોને પાસે લઈ ગયા બાદ પરિવારજનો યુવતીને લઈને સારવાર માટે જિલ્લા મથકે દોડી ગયા હતા. પરંતુ યુવતીનું થોડેક અંતરે મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે યુવતી ઘરે પહોંચી ત્યારે તે કાદવમાં ભીંજાઈ ગઈ હતી અને તેના હાથમાં ગ્લુકોઝ ચઢાવવાનો વિગો હતો. પરિવારે ગામમાં જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે ગામના એક યુવકે ગામના એક ડૉક્ટરને ઘરમાં યુવતીની સારવાર માટે બોલાવ્યો હતો.
પરિવારે આરોપ લગાવ્યો હતો કે જ્યારે યુવતી પચપેડવાની વિમલા વિક્રમ કોલેજમાં પ્રવેશ મેળવી પરત ફરી રહી હતી ત્યારે ગામના ૫થી ૬ છોકરાઓએ તેનું અપહરણ કર્યું હતું અને ગામના એક મકાનમાં લઈ જઇને ગેંગરેપ કર્યો હતો. જે રિક્શામાં યુવતીને ઘરે પહોંચાડવામાં આવી તેમાં લોહીના ડાઘા હતા.
જઘન્ય ગેંગરેપનો ભોગ બનનાર દલિત વિદ્યાર્થિની હોશિયાર હતી. લગભગ બે વર્ષ સુધી તેમણે એક સંગઠન દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી વિશે જાગૃત કરવા માટેનું કામ પણ કરતી હતી. ઘટના બાદ પોલીસે મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
કેસની ગંભીરતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે મહિલાનું પોસ્ટ મોર્ટમ ૪ સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાઉસ ખાતે ૪ ડોકટરોની પેનલ દ્વારા કરાયું હતું. બલરામપુરના સીએમઓએ પણ પોસ્ટમોર્ટમ હાઉસ આવવું પડ્યું હતું.. મોડી સાંજે યુવતીનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો.

Related posts

છત્તીસગઢ : ૭ નક્સલીઓ ઠાર, એકે-૪૭ સહિત અનેક હથિયારો મળી આવ્યાં…

Charotar Sandesh

ભારતીય અર્થવ્યવસ્થા ૪૦ વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં : રાહુલ ગાંધી

Charotar Sandesh

વડાપ્રધાન માટે ૮૪૦૦ કરોડનું વિમાન પરંતુ જવાનો માટે બુલેટપ્રૂફ વાહન નથી : રાહુલ ગાંધી

Charotar Sandesh